Home »Gujarat »Power & People» See Picture And Know About Place Where Betide Mukesh Ambani Childhood

સૌથી મોંઘા ઘરમાં રહેતા મુકેશ અંબાણીનું આ નાના મકાનમાં વીત્યું છે બાળપણ

divyabhaskar.com | Apr 18, 2017, 16:49 PM IST

  • ભુલેશ્વરમાં બે રૂમના મકાનમાં રહેતો હતો અંબાણી પરિવાર
અમદાવાદ: ભારતના સૌથી ધનિક અને દુનિયાના 33માં ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 60 વર્ષ પૂરા કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રિલાયન્સના પ્રણેતા ધીરૂભાઈ અંબાણીના ઘરે જન્મેલા મુકેશે બિઝનેસ સંભાળ્યો તે પછીની તમામ બાબતો લોકો જાણતા હશે. પણ તેમના જન્મ બાદના દિવસો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. સૌથી મોંઘા ઘર એન્ટાલિયામાં રહેતા મુકેશ અંબાણીનો પરિવાર એક સમયે મુંબઈની નાની એવી ચાલીમાં રહેતો હતો, જ્યાં મુકેશ અંબાણીનું બાળપણ વીત્યું હતું. ફોર્બ્સની યાદી અનુસાર 1.50 લાખ કરોડ(23.2 બિલિયન ડોલર)ના માલિક મુકેશ અંબાણીના બાળપણના દિવસો જ્યાં વિત્યા તે અંગે divyabhaskar.com માહિતી આપી રહ્યું છે.

મુકેશ અંબાણી માટે ખાસ છે જુના મકાન

- બિઝનેસના પ્રારંભના દિવસોમાં ધીરૂભાઈ અંબાણીનો પરિવાર મુંબઈના ભુલેશ્વર અને કોલાબાના વિસ્તારના નાના એવા મકાનમાં રહેતો હતો.
- મુંબઈની ભુલેશ્વર ચાલી અને કોલાબાના Sea Wind એપોર્ટમેન્ટમાં ઘણા વર્ષો સુધી રહેલા અંબાણી પરિવારના બાળકોનું બાળપણ અહીં જ વીત્યું હતું.
- દરેક માટે બાળપણની યાદો ખાસ હોય છે, તેવી જ રીતે આ બંન્ને વિસ્તારમાં આવેલા મકાનો મુકેશ અંબાણી માટે ખાસ મહત્વ ધરાવે છે.
- નાના એવા મકાનોમાં મુકેશ અંબાણીના બાળપણ સાથે તેમના પિતાની સંઘર્ષની યાદો પણ જોડાયેલી છે.

આગળ વાંચો ભુલેશ્વરની ચાલીમાં વીતાવ્યા પ્રારંભના દિવસો, આર્થિક પરિસ્થિતિ સુધરતા Sea Windમાં રહેવા ગયો અંબાણી પરિવાર
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See Picture And Know About Place where betide Mukesh Ambani Childhood
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended