Home »Gujarat »Power & People» Know About New Jersey Motel Tycoon Albert Jasani Who Born In Anand Gujarat

ગરીબીના કારણે ફૂટપાથ પર ઊંઘી જતો આ યુવાન, આજે USમાં કરોડોની મોટેલોનો માલિક

divyabhaskar.com | Jan 18, 2017, 18:34 PM IST

અમદાવાદ:રોજગારી-વ્યવસાય માટે અનેક ગુજરાતીઓ વિદેશમાં સ્થાયી થયા છે. જેમાંના કેટલાય લોકોએ નાની નોકરી કરીને આજે મોટા બિઝનેસ ઉભા કર્યાં છે. એવો જ એક આણંદનો યુવાન પોતાની સાથે મોટા સપના અને નજીવી મૂડી સાથે વર્ષ 1972માં અમેરિકા ગયો હતો. અમેરિકામાં જુદી જુદી નાની નોકરી કરીને વ્યવસાયિક સૂઝ ધરાવતો ખોજા મુસ્લિમ ‘જસાણી’ પરિવારનો હૈદર આજે ન્યુજર્સીમાં મોટેલ ટાઇકૂન તરીકે ‘આલ્બર્ટ જસાણી’ના નામે ઓળખાય છે.

ગુજરાતના આણંદમાં મોટા પરિવાર માટે ઘર નાનુ હોવાથી શિળાળો, ઉનાળા કે ચોમાસામાં ફૂટપાથ અને ઓટલા પર રાત વિતાવતા હૈદર જસાણી આજે અમેરિકામાં સારી નામના ધરાવે છે. ન્યુજર્સીમાં આવેલા તેમના રોયલ આલ્બર્ટ પેલેસમાં ભારતના પૂર્વ વડાપ્રધાન બાજપેયી સહિત અનેક રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓ મુલાકાત લઈ ચૂક્યાં છે. અમેરિકામા રિયલ એસ્ટેટ, મોટેલ સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા આલ્બર્ટ જસાણીએ અમેરિકામાં સેવા બદલ અનેક સન્માન પણ મેળવ્યાં છે.
 
આગળ વાંચો આલ્બર્ટ જસાણીની ગુજરાતથી અમેરિકામાં મોટેલ ટાઈકૂન બનવા સુધીની સફર વિશે....
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About New Jersey Motel Tycoon Albert Jasani Who Born In Anand Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended