Home »Gujarat »Power & People» Hanuman Temple Of Alpharetta City Of Georgia America

આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

divyabhaskar.com | Nov 30, 2016, 18:26 PM IST

અમદાવાદ: ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રામનવમી અને જગન્નાથ મહોત્વસ દરમ્યાન અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે, ભારતમાં જોવા મળતી હનુમાનજીની પ્રતિમા કરતા અહીં અલગ પ્રતિમા છે.

આલ્ફારેટ્ટા હનુમાન મંદિરનો ઈતિહાસ

- માર્ચ 2010માં જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિરના નિર્માણ કરવામાં આવ્યું.
- શ્રી સત્યનારાયણ આચાર્યલુ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
- છ વર્ષ પહેલા અહીં સ્થાપના બાદ દાન, ભક્તો અને પૂજામાં આર્શિવાદ સાથે ઘણા ચમત્કાર પણ થયા હતા.
- પહેલીવાર મંદિરના દરવાજા ખોલતી વખતે જાહેરાત કરવામાં આવી હતી કે, જેઓ એક હજાર કે તેથી વધારે ડોલરનું દાન કરશે તેને મંદિરના ટ્રસ્ટ્રી બનાવવામાં આવશે.
- આ જાહેરાત બાદ અન્ય મંદિરોના પૂજારીઓ સહિત વીસથી વધારે લોકો આગળ આવ્યાં.
- આ સમયે મંદિરની આર્થિક પરિસ્થિતી એટલી હતી કે તમામ લોન ચૂકવવા સક્ષમ હતું.
- સાદીક માતાજી મંદિર ટ્રસ્ટના પહેલા પ્રેસિડેન્ટ બન્યા, જ્યારે રાકેશ ગર્ગ ખજાનચી અને રામ અરૂણાચલમ સેક્રેટરી બન્યા.
- પછીના વર્ષે રાકેશ ગર્ગનું નામ પ્રેસિડેન્ટ અને ખજાનચી તરીકે આવ્યું.

મંદિરમાં થયેલા ચમત્કાર
 
- મંદિરની જગ્યા ખરીદી કરવાની હતી ત્યારે પણ ચમત્કાર જોવા મળ્યો હતો.
- મંદિર પાસેની જગ્યાના માલિક ચોક્કસ કિંમત કરતા અડધી કિંમતે જગ્યા વેચવા રાજી થયા.
- જગ્યાની ખરીદી બાદ આયોજન કરાયેલા હવનમાં સાત ફૂટ લાંબો સાપ આવ્યો હતો.
- સાપે આખા મંદિરમાં ચક્કર મારીને હનુમાનજીના પગને ટચ કર્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો.  
- એક સમયે જર્મનીના સાધુ પ્રભુ પરમાત્મા ઓચિંતા આ હનુમાનજી મંદિરની મુલાકાતે આવ્યા હતા. જેમણે મંદિરના બેન્ક એકાઉન્ટની માહિતી માગી હતી
- જર્મની પરત ફર્યા બાદ આ સાધુએ એક હજાર ડોલર ટ્રાન્સફર કર્યા હતા. એટલું નહીં મંદિરની જગ્યા માટે લેવામાં આવેલી તમામ લોનની ચૂકવણી કરી હતી.
- હાલમાં મંદિર દ્વારા ઘણા ડેવલપમેન્ટ પ્લાન ચાલી રહ્યાં છે. જેમાં રસોડું, ઓફિસ પૂજારી અને મહેમાનો માટેના રૂમની કામગીરી ચાલી રહી છએ.
- મંદિર દ્વારા પાર્કિંગના વિસ્તરણ અને ભૂનિર્માણનું પણ કામકાજ ચાલી રહ્યું છે.
 
આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hanuman Temple of Alpharetta City of Georgia America
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext