Home »Gujarat »Bardoli Jilla »Vankal» ભાસ્કર િવશેષ | સમાજ સેવાનું ઉત્તરદાયીત્વ નિભારનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાકીય કામગીરીન

ભાસ્કર િવશેષ | સમાજ સેવાનું ઉત્તરદાયીત્વ નિભારનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાકીય કામગીરીને પણ મુખ્યમંત્રીએ બિરદાવી

DivyaBhaskar News Network | Apr 21, 2017, 05:20 AM IST

  • ભાસ્કર િવશેષ | સમાજ સેવાનું ઉત્તરદાયીત્વ નિભારનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાકીય કામગીરીને પણ મુખ્યમંત્રીએ બિરદાવી,  vankal news in gujarati
માંગરોળતાલુકાના ઝંખવાવ ગામે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ પ્રેરિત દશમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રભુતામાં પગલાં માંડનારા 300 નવ દંપતિને સફળ લગ્ન જીવનની સુભકામના પાઠવી સમાજિક ઉત્તરદાયિત્વ નિભાવી સેવની કામગીરી કરનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગમે આજે સવારથી લગ્ન મેળાવડામાં ફેરવાય ગયું હતું. સવારે વિવિધ ગામોના 300 વરરાજાઓ જાનૈયા લઈને વાજતે ગાજતે આવી રહ્યાં હતાં. બીજી તરફ 300 કન્યાપક્ષે પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ જિલ્લાના રાજકીય અગ્રણી આગેવાનો સંતો, મહંતો અને ઐતિહાસિક લગ્ન સમારોહનો અમૂલ્ય નજારો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સવારે 10.00 કલાકે 300 વરરાજાનો એક સાથે વરઘોડો નીકળતા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી વરરાજાઓનું અભિવાદન કર્યુ હતું. પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણે તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય આગેવાનો આવી પહોંચતા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ગણપતબાઈ વસવા, જિલ્લ ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ. જિ. પં. કારોબારી સમિતીના ચેરમેને હિતેન્દ્રસિંહ વાંસિકાએ સ્વાગત કર્યુ હતું. લગ્ન મંડપ સુધી ખુલ્લી જીપ લઈને આવ્યા હતાં.ે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે ભૂતકાળમાં દિકરા દીકરી યુવન થાય એટલે લગ્નની સામાજિક જવાબદારી નિભાવવા માટે મા બાપે ઘરેણા વેચવા પડે, ખેતી ગીરવે મુકી પડે, પશુ વેચવા પડે તેવી સ્થિતિ સર્જાતી હતી. પરંતુ હવે મારા આદિવાસી સમાજે અમારૂ સમૂહ લગ્નના વિચારને સમાજે સ્વીકારી લેતા સમાજ આર્થિક સદ્ધરતા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે સમૂલગ્નની સફળતાનો જશ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને આપ્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો સમાજને ઉપયોગી બનવાના છે. સમૂહ લગ્નના માધ્યમથી સમાજને ઉપયોગી બનવાનું કામ એક દાયકાથી ગણપતભાઈ કરી રહ્યાં છે. જેથી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવ દંપતિને આશીર્વાદ આપી સંબોધન કરતાં જણાવ્યું કે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ સમાજિક ઉત્તર દાયિત્વ નિભાવી સમૂહ લગ્નના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને મદદ થવાનું કામ કરે છે. ટ્રસ્ટ સમાજના સર્વાગી વિકાસ માટે અનેક સેવા યજ્ઞો કરે છે. તેનો લાભ તમામ લોકેને મળી રહ્યો છે. યત્ર ખુબ મોટા પાયે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

યુગલોને ઘરવખરી ભેટમાં આપવામાં આવી

સહારામાનવ કલ્યાણ ટ્રસ્ટે વર્ષે સમૂહ લગ્નને તન તોડ મહેનત કરી ખરા અર્થમાં દીપાવી દીધા હતાં. વર કન્યા માટે 300 જેટલા વિશેષ માયરા બનાવાયા હતાં. વિશાળ બેઠખ વ્યવસ્થા, ભોજન સમારંભ, હસ્ત મેળાપ અને કન્યા વિદાય સુધીનું આયોજન યોગ્ય કર્યુ હતું. પ્રભુતામાં પગલા માંડનાર દરેક કન્યાને મંગળસૂત્ર, પાનેતર, વરરાજાને સફારી સુટ, પાંચ નંગ સાડી, પલંગ, ગાદલા, ચાદર ઓશિકા, ઘડિયાર, વાસણનો સેટ સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. ઉપરાંત ચાંદલાની રકમ તમામ યુગલોને સરખે ભાગે આપવામાં આવી હતી.

ઝંખવાવમાં 300 યુગલોએ CMની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યાં

ઝંખવાવ સમૂહલગ્નમાં ૩૦૦ જોડાએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં જેમને આર્શીવચન મુખ્યમત્રીએ આપ્યા હતાં.

(Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભાસ્કર િવશેષ | સમાજ સેવાનું ઉત્તરદાયીત્વ નિભારનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાકીય કામગીરીન
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended