Home »Gujarat »Bardoli Jilla »Vankal» ઉંમરપાડામાં પીવાના પાણી અને ઘાસચારાનો અભાવ

ઉંમરપાડામાં પીવાના પાણી અને ઘાસચારાનો અભાવ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 04:25 AM IST

  • ઉંમરપાડામાં પીવાના પાણી અને ઘાસચારાનો અભાવ,  vankal news in gujarati
ઉંમરપાડાતાલુકામાં પીવાપાણીની વ્યાવક તંગી ઘાસચારાનો અભાવ, દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી અન રોજગારી જેવા પ્રજાજનોને કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતીના આગેવાનો 24મી એપ્રિલને સોમવારના રોજ બપોરે 12.00 કલાકે ઉંમરપાડા તાલુકા મામલતદારને એક લેખીત આવેનદનપત્ર સુપ્રત કરશે.

ઉપરોક્ત કાર્યક્રમ બાબતે ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નારસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે ઉંમરપાડા ના મહત્તમ ગામડાઓમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્નો ઊભો થયો છે. સરકારની યોજના સદંતર બોગસ પુરવાર થઈ રહી છે. લોકો પાણી માટે વલખામારી રહ્યાં છે. ઉંમરપાડા બિનપિયત વિસ્તાર હોવાથી ઘાસચારાનો અભાવ છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારો પુરો પાડે તેમજ હાલમાં ઉંમરપાડા તાલુકાના ખેડૂતો માત્ર પશુપાલનન કરી પોતાનું જીવન ચલાવે છે. પંરતુ સુરત સુમુલ ડેરી મારફત દૂધના પોષણક્ષમ ભાવો મળતા નથી. જેથી સરકાર રાહત કાર્યો શરૂ કરી રોજગારી આપે અને શિક્ષિત યુવાનને કામ આપે એવી માંગણી કરવામાં આવશે.

24મી કોંગ્રેસ મામલતદારને આવેદન આપશે

(Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ઉંમરપાડામાં પીવાના પાણી અને ઘાસચારાનો અભાવ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended