Home »Gujarat »Bardoli Jilla »Vankal» વાંકલ |ઉંમરપાડાતાલુકામાં નવા બનેલા બિલવાણ ચોખવાડા માર્ગની સાઈડ પિચિંગનું કામ

વાંકલ |ઉંમરપાડાતાલુકામાં નવા બનેલા બિલવાણ ચોખવાડા માર્ગની સાઈડ પિચિંગનું કામ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 04:10 AM IST

  • વાંકલ |ઉંમરપાડાતાલુકામાં નવા બનેલા બિલવાણ ચોખવાડા માર્ગની સાઈડ પિચિંગનું કામ,  vankal news in gujarati
વાંકલ |ઉંમરપાડાતાલુકામાં નવા બનેલા બિલવાણ ચોખવાડા માર્ગની સાઈડ પિચિંગનું કામ છોડી દેવામાં આવતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં ઉંમરપાડા તાલુકાની નવી વસાહત વિસ્તારનાં ગામડાઓમાં જવા માટેનો કડી રૂપ માર્ગ બિલવાણ ચોખવાડા માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ કામ રાખનાર એજન્સીએ માર્ગ અને મકાન વિભાગના મેળાપીપણામાં માર્ગની સાઈડ પિચિંગનું કામ બાકી રાખ્યું છે. ઉપરોક્ત માર્ગ સિંગલ પટ્ટી સાંકડો માર્ગ છે. ત્યારે સામેથી મોટા વાહન આવતાં નાના વાહનચાલકોને વાહન માર્ગની સાઈડ ઉપર ફરજિયાત ઉતારવું પડે છે. જેમાં અનેકવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. હાલમાં નવા બનેલા માર્ગથી કેટલીક જગ્યાએ સાઈડ અડધો ફૂટ જેટલી નીચે છે. બિલવણ ચોખાવાડ માર્ગ ઉપર આવેલ કેટલાક ડુબાઉ ગરનાળાને ઊંચા કરવાની માંગ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યાં છે.

ઉંમરપાડામાં નવા બનેલા માર્ગની સાઈડ પિચિંગનું કામ બાકી રખાયું

(Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વાંકલ |ઉંમરપાડાતાલુકામાં નવા બનેલા બિલવાણ ચોખવાડા માર્ગની સાઈડ પિચિંગનું કામ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended