Home »Gujarat »Bardoli Jilla »Vankal» ઉંમરપાડા તાલુકામાં છેલ્લા 10 દિવસથી બીએસએનએલના ધાંધીયાં

ઉંમરપાડા તાલુકામાં છેલ્લા 10 દિવસથી બીએસએનએલના ધાંધીયાં

DivyaBhaskar News Network | Apr 20, 2017, 04:10 AM IST

  • ઉંમરપાડા તાલુકામાં છેલ્લા 10 દિવસથી બીએસએનએલના ધાંધીયાં,  vankal news in gujarati
ઉંમરપાડાતાલુકામાં છેલ્લા 10 દિવસથી બીએસએનએલની ઈન્ટરનેટ સેવામાં વ્યાપક પ્રમાણમાં ધાંધીયા સર્જાતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

સરકારે એક તરફ ડિજિટલ યુગના પ્રારંભ રૂપે સરકારના મહત્ત્વના વિભાગોને ઓનલાઈન સેવામાં જોડી દીધા છે, જેથી નાગરિકોને આજના ઝડપી યુગમાં ઈન્ટરનેટ સેવા ખોટકાઈ તે કોઈ પણ સંજોગોમાં પરવડે તેમ નથી. ઉંમરપાડા તાલુકાના છેલ્લા 10 દિવસથી બીએસએનએલની ઈન્ટરનેટ સેવા વારંવાર ખોટકાતી રહી છે છતાં જવાબદાર ભારત સંચાર નિગમના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. સમસ્યાનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે, જેમાં બેંકમાં ઓનલાઈન સેવા બંધ થતાં ગ્રાહકોના કામકાજ અટકી પડ્યાં છે. સસ્તા અનાજની દુકાનમાં ઈન્ટરનેટ સેવા બંધ થતાં ગરીબ લોકોને મળતું અનાજ સરકારના મોટા ભાગના વિભાગોમાં ઓનલાઈન સેવા બંધ રહેતાં પ્રજાજનને સમગ્ર તાલુકાનું જનજીવન ઠપ્પ થઈ ગયું હોય તેવા અહેસાસ થઈ રહ્યાં છે. ત્યારે આજના સમય સાથે તાલ મિલાવવા માટે ઈન્ટરનેટ સેવાની ખૂબ જરૂરિયાત છે.

ઉંમરપાડાનાં 68 ગામના લોકોને હાલાકી થઈ રહી છે

ઉમરપાડાનાજાગૃત નાગરિક શોએબભાઈએ જવાબદાર બીએસએનએલ અધિકારી વર્ગ સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ઈન્ટરનેટ સેવા બંધ થાય ઘણા લોકોને સ્પર્શતી બાબત હોવાથી સમસ્યાનું નિરાકરણ એક બે દિવસમાં થવું જોઈએ પરંતુ દિવસો વીતવા છતાં ગ્રાહકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી અને પ્રશ્નનું નિરાકરણ થતું નથી. ઉંમરપાડા તાલુકામાં 68 જેટલા ગામડાઓમાં વસત તમામ લોકો છેલ્લા દશ દિવસથી પોતાનાં નાનાં મોટાં કામો અટવાઈ પડતાં ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

(Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ઉંમરપાડા તાલુકામાં છેલ્લા 10 દિવસથી બીએસએનએલના ધાંધીયાં
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended