Home »Gujarat »Bardoli Jilla »Vankal» ભાસ્કર િવશેષ | ત્રણસો વરરાજના વરઘોડા ઉપર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે

ભાસ્કર િવશેષ | ત્રણસો વરરાજના વરઘોડા ઉપર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે

DivyaBhaskar News Network | Apr 20, 2017, 04:10 AM IST

  • ભાસ્કર િવશેષ | ત્રણસો વરરાજના વરઘોડા ઉપર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે,  vankal news in gujarati
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આજે યોજાનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી પ્રેરિત દશમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલા માંડનાર ત્રણસો નવ દંપતિ યુગલોને આર્શીવાદ આપવા આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહતંનોનું આદિવાસી સમાજ અને ખેડૂતો આદિવાસી સંસ્કૃતિ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરશે.

સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ પ્રેરિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહને સફળતા પૂર્વક પાર પાડવા છેલ્લા એક માસથી સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના પ્રમુખ રીતેશ વસાવાના નેતૃત્વમાં ઐતિહાસિક સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. અને કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીને આખરી ઓપ આપી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં માંગરોળ તાલુકા ભાજપ સંગઠન અને સુરત જિલ્લા ભાજપ સંગઠનના કાર્યકરો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

રાજ્યના મુખ્યમંત્રી પ્રથમવાર માંગરોળ તાલુકામાં પધારી રહ્યાં હોવાથી આદિવાસી સમાજ પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ ભવ્ય સ્વાગત કરશે તેમજ એક સાથે ત્રણસો વરરાજાનો ભવ્ય વરઘોડો નિકળશે ત્યારે હેલીકોપ્ટર મારફત આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ એક સાથે ત્રણસો યુગલોને વિશાળ મંડપમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરાવવામાં આવશે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી સંતો મહંતો નવદંપતિઓને આર્શીવચન આપશે. બપોરે 1.00 કલાકે સમૂહલગ્નના ભાગ લેનાર 4000 લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ 2.30 કલાકે કન્યા વિદાયનો પ્રસંગ યોજાશે.

ઝંખવાવમાં આજે સમૂહલગ્નમાં મુખ્યમંત્રી પધારશે

ઝંખવાવ ગામે સમૂહલગ્ન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભાસ્કર િવશેષ | ત્રણસો વરરાજના વરઘોડા ઉપર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended