Home »Gujarat »Bhuj »Rapar» દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો

દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:50 AM IST

  • દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો,  rapar news in gujarati
સરકારનીમહત્વકાંક્ષી જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ ગાંધીધામમાં જન ઔષધી સ્ટોરની શરૂઆત કરાઈ હતી.

ગાંધીધામમાં ભારતનગર તરફ, નહેરુપાર્કની સામે દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરની શરૂઆત કરાઈ હતી. તા. 19 થી 21 એપ્રીલ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં 79 સ્ટોર શરૂ થઈ રહ્યા છે જેમા રાપર, અંજાર અને ગાંધીધામમાં પણ આની શરૂઆત કરાઈ હતી. પ્રસંગે ડો. સુતરીયાએ સંકુલના ડોક્ટરો અને હોસ્પીટલોને જેનરીક દવાઓ લખી આપવા અપીલ કરી જણાવ્યું હતું કે જેનરીક દવાઓ બજાર ભાવથી 30થી 80% સસ્તી હોય છે અને 400 પ્રકારની આવી દવાઓ ઉપલબ્ધ છે. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, જીડીએ ચેરમેન મધુકાંત શાહ, ચંદન જૈન, માયાબેન, ડો. કતીરા, ડો. નિયુત અગ્રાવત, સંજય ગર્ગ, ડો. ધૈવત મહેતા સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

જેનરીક દવા સ્ટોર ખૂલ્લો મુકાયો હતો

તબીબોને જેનરીક દવાઓ લખવા અપીલ કરાઈ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended