Home »Gujarat »Bhuj »Rapar» રાપર પાલિકાના સેવા સેતુના કાર્યક્રમમાં 23 અરજીનો નિકાલ

રાપર પાલિકાના સેવા સેતુના કાર્યક્રમમાં 23 અરજીનો નિકાલ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:50 AM IST

  • રાપર પાલિકાના સેવા સેતુના કાર્યક્રમમાં 23 અરજીનો નિકાલ,  rapar news in gujarati
રાપરનગરપાલિકા દ્વારા આયોજીત સેવા સેતુના કાર્યક્રમમાં અગાઉ રજિસ્ટ્રેશન કરવામાં આવેલી 23 અરજીનો જુદા-જુદા વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રસંગે સરકારી તથા અર્ધસરકારી વિવિધ વિભાગો મોટી સંખ્યામાં અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

સવારે 9 વાગ્યે શરૂ કરાયેલા સેવાસેતુના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રા, ઉપપ્રમુખ હઠુભા આર. સોઢા, કારોબારી ચેરમેન રામજીભાઇ પીરાણી, સભ્યો બળવંતભાઇ ઠક્કર, ઉમેશભાઇ સોની, રામજીભાઇ મૂછડિયા, રાપર વિકાસ સત્તા મંડળના ચેરમેન કેશુભાઇ વાઘેલા હાજર રહ્યા હતા.

મામલતદાર કચેરી, રાપર વિકાસ સત્તા મંડળ, શહેરી તલાટી, બ્લોક હેલ્થ ઓફિસર, સમાજ સુરક્ષા વિભાગ, પીજીવીસીએલ, એસ.ટી. ડેપો વગેરે તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સીઓ મેહુલ જોધપુરાએ કર્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત તંત્રના અધિકારીઓ તેમજ અગ્રણીઓ દૃશ્યમાન થાય છે

વિવિધ વિભાગોના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાપર પાલિકાના સેવા સેતુના કાર્યક્રમમાં 23 અરજીનો નિકાલ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended