Home »Gujarat »Bhuj »Rapar» રાપરના ગેડી ગામે દલિત સમાજની જમીન પર માથાભારે શખ્સોનો કબજો

રાપરના ગેડી ગામે દલિત સમાજની જમીન પર માથાભારે શખ્સોનો કબજો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:50 AM IST

  • રાપરના ગેડી ગામે દલિત સમાજની જમીન પર માથાભારે શખ્સોનો કબજો,  rapar news in gujarati
રાપરતાલુકાના 35 ગામમાં 1050 હેક્ટરથી ઉપર આવેલી દલિત સમાજની મંડળી હસ્તકની જમીન પૈકી ગેડી ગામે અનુસૂચિત જાતિ, ખેતી સહકારી મંડળી લિ.ની જમીન પર માથાભારે શખ્સોએ કબજો જમાવ્યો હતો. સ્થાનિકથી ઉચ્ચકક્ષા સુધી થયેલી રજૂઆત પછી મામલતદાર કચેરીના સ્ટાફે પોલીસને સાથે રાખીને પંચનામું કરતાં જમીનના કબજેદારે પોતાની માલિકીની જમીન જણાવી, જમીનનો દસ્તાવેજ થયાનું જણાવતાં આધાર-પુરાવા પણ રજૂ કરવા મુદ્દત માગી હતી અને બોર્ડ લગાવવા દેવા ઇન્કાર કર્યો હતો.

રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામૂદાયીક ખેતી સહકારી મંડળી લિ.ની ગેડી ગામ પર આવેલી જમીનમાં દબાણ હોવાની ફરિયાદ ઉઠી હતી. રજૂઆત પછી 20મી માર્ચે મામલતદાર કચેરીનો સ્ટાફ અને પોલીસે ઘટનાસ્થળે જઇને મંડળીના પ્રમુખ અને સભાસદોની હાજરીમાં જમીન પર સાઇનબોર્ડ લગાવીને રાપર પોલીસ તથા મામલતદારે કબજો અપાવ્યો હતો. સ્થળ પર પ્રમાણે પંચનામું પણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજીતરફ વીસા ગોહિલ નામના શખ્સે પૈકીના કેટલાક સર્વે નંબર પર તેની જમીન હોવાની માલિકી અંગેના આધાર રજૂ કરવા મુદ્દત માગી હતી.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાપરના ગેડી ગામે દલિત સમાજની જમીન પર માથાભારે શખ્સોનો કબજો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended