Home »Gujarat »Bhuj »Rapar» રાપર તાલુકામાં દર્દીઓને હવે જેનરિક દવાઓ 30થી 80 ટકા ઓછા ભાવે

રાપર તાલુકામાં દર્દીઓને હવે જેનરિક દવાઓ 30થી 80 ટકા ઓછા ભાવે

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:50 AM IST

  • રાપર તાલુકામાં દર્દીઓને હવે જેનરિક દવાઓ 30થી 80 ટકા ઓછા ભાવે,  rapar news in gujarati
લોકોનેરાહતદરે મેડિકલ સુવિધા મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલી બની રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જિલ્લાની અંદર તાલુકા મથકે જેનેરિક ખવાના સ્ટોર સમગ્ર ગુજરાતમાં ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ રાપર સંચાલિત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરને ખુલ્લો મૂકી રાપર તાલુકાની આમ પ્રજાને જેનેરિક દવાઓ 30થી 80 ટકા ઓછા ભાવે દવાઓ મળશે.

ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા સમગ્ર રાપર તાલુકાના તમામ ડોક્ટરોનો સંપર્ક કરી વધુ ને વધુ જેનેરિક દવાઓ લખાય અને જેનો સીધો લાભ તાલુકાના દર્દીઓને મળે તે માટે પૂરા પ્રયાસો કરાશે તેમજ પ્રજાએ પણ જાગૃત રહીને જેનેરિક દવાઓનો ઉપયોગ વધુ ને વધુ થાય તે માટે આગ્રહ રાખવા અપીલ કરી હતી. અગાઉ એપીએમસી રાપર તાલુકાના ખેડૂતો તેમજ આમ પ્રજાને રાહતદરે એમ્બ્યુલન્સ સેવાનો લાભ ફક્ત રૂા. 5 પ્રતિ કિલોમીટરના ભાડાથી ઈનોવા એમ્બ્યુલન્સ પણ લોકોની સેવામાં શરૂ કરાઈ છે. રીતે હજુ પણ વધુ લોકોપયોગી કાર્યો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થઈ શકે તે માટે હું સતત હંમેશાં પ્રયત્નશીલ રહીશ.

રાડાના ચેરમેન કેશુભા વાઘેલા, તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન વાડીલાલ તન્ના, તા.પં. પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ન.પા.ના ઉપપ્રમુખ હઠુભા સોઢા, કારોબારી ચેરમેન રામજી પીરાણા, પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ઠક્કર, જશવંતીબેન મહેતા, તાલુકા ભાજપ મહામંત્રી અનોપસિંહ જાડેજા, રાપર તાલુકાના ગામોના સરપંચ તેમજ તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શાસ્ત્રોક્તવિધિ નવિનભાઈ જોષી તેમજ આભારવિધિ ડિરેક્ટર રામજી ચાવડાએ કરી હતી. આયોજન શંકરલાલ પૂજારા, દક્ષેશસિંહ ઝાલાએ કર્યું હતું.

જેનરિક દવાઓ લખવા ધારાસભ્યની હાકલ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જન ઔષધિ સ્ટોર ખુલ્લો મૂકાયો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાપર તાલુકામાં દર્દીઓને હવે જેનરિક દવાઓ 30થી 80 ટકા ઓછા ભાવે
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended