Home »Gujarat »Bhuj »Rapar» શું કોંગ્રેસ જીતી શકે ? દિલ્હીથી આવેલી સર્વે ટીમનો કચ્છમાં પડાવ

શું કોંગ્રેસ જીતી શકે ? દિલ્હીથી આવેલી સર્વે ટીમનો કચ્છમાં પડાવ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:25 AM IST

  • શું કોંગ્રેસ જીતી શકે ? દિલ્હીથી આવેલી સર્વે ટીમનો કચ્છમાં પડાવ,  rapar news in gujarati
કયોઉમેદવાર કચ્છમાં કોંગ્રેસમાંથી જીતી શકે, કયા સામાજિક કારણોસર ફાયદો થાય છે તેવા પ્રશ્નો સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દિલ્હીથી કચ્છ મુકેલી ખાનગી એજન્સીની ટુકડી સર્વે કરવા લાગી છેે. જિલ્લાની બેઠક અબડાસા, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, રાપર બેઠક માટે કચ્છમાં કોંગ્રેસની શું સ્થિતિ છે, જાણવા ટીમ ફરી રહી છે અને બે દિવસમાં વિધાનસભા બેઠક દીઠ વિવિધ વિસ્તારોમાં મોજણી કરશે. શુક્રવારે ગાંધીધામ, રાપર અને અંજાર વિસ્તારમાં ત્રણ જણથી ટુકડીએ મંતવ્યો લીધા હતા.

કચ્છ કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસને ગુજરાત સર કરવું છે, ત્યારે આંતરિક ધોરણે વિવિધ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.

દિલ્હીથી રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ખાનગી એજન્સીને જવાબદારી સોંપીને સર્વે ટીમ મૂકવામાં આવી છે. જે અંતર્ગત કચ્છમાં પણ ત્રણ સભ્ય આવ્યા છે. સભ્યો એવા સવાલો પણ પૂછી રહ્યા છે કે, 22 વર્ષથી અગાઉ કોંગ્રેસ સરકાર હતી, તો કેમ હાલમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઇ રહ્યા નથી.

કયા ઉમેદવાર કચ્છની પૈકીની બેઠક માટે લાયક છે. કોઇ જ્ઞાતિ સમીકરણ કેટલે અંશે ઉપયોગી છે અને ક્રોસ વોટિંગ થાય તો કેટલાક સમાજના મતો નિયત કરાયેલા સામાજિક સમીકરણ સાથેના ઉમેદવારો મત આપે કે કેમ તેવા મુદ્દા લોકોમાંથી જાણવામાં આવી રહ્યા છે.

ઉપરાંત વસતી, બૂથની સંખ્યા અને લોકોની માનસિકતા વિશે પણ અભ્યાસ કરવામાં આવે તેમ જાણવા મળ્યું હતું. ટીમ શનિવારે ભુજ, અબડાસા, માંડવીના મત વિસ્તારમાં ફરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી.

જિલ્લા કોંગ્રેસને જાણ નથી : પ્રમુખ

કચ્છકોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, પ્રકારની સર્વે ટીમ અાવી હોય તેની જિલ્લા કોંગ્રેસને જાણ નથી. પક્ષ દ્વારા કોઇ ખાનગી એજન્સીને સર્વેનું કામ સોંપ્યું હોય તેમ બની શકે છે.

વિધાનસભા બેઠકમાંથી મતદારોના ખાનગી પ્રતિભાવ જાણશે

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શું કોંગ્રેસ જીતી શકે ? દિલ્હીથી આવેલી સર્વે ટીમનો કચ્છમાં પડાવ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended