Home »Gujarat »Bhuj »Rapar» વકીલોએ‘કાળા કાયદા’ની કરી હોળી

વકીલોએ‘કાળા કાયદા’ની કરી હોળી

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:25 AM IST

  • વકીલોએ‘કાળા કાયદા’ની કરી હોળી,  rapar news in gujarati
બારકાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશથી ભારતભરની સાથે કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને રાપરના બાર એસોસિયેશનના તમામ વકીલોએ શુક્રવારે કોર્ટના કામકાજથી અળગા રહી કાયદા પંચના ચેરમેન જસ્ટિસ બી.એસ. ચૌહાણ દ્વારા તૈયાર કરેલા ‘કાળા કાયદા’ના વિરોધમાં સવારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદનપત્રો આપ્યા હતા તેમજ વકીલોને ગુલામ બનાવતા સૂચિત કાયદાની હોળી કરવામાં આવી હતી.

ભુજ બાર એસો.ની રાહબરી તળે વકીલો કોર્ટમાં એકત્ર થઇને સૂચિત બિલ પાછું ખેચવા માટેનું આવેદનપત્ર કેન્દ્ર સરકારને સુપરત કરવા કલેક્ટરને પાઠવ્યું હતું. શરૂઆતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માજી ચેરમેન અને હાલના બોર્ડના મેમ્બર બહાદુરસિંહ જાડેજા તેમજ ભુજ બારના પ્રમુખ હેમસિંહ ચૌધરી, ઉપપ્રમુખ પંકજ વૈશ્નવ, ગિરીશ ઝવેરી, મંત્રી અનિલ જોષી સહિતના હોદેદારો જોડાયા હતા. એડવોકેટ એકટમાં સુધારા સૂચવતા સૂચિત વિધેયકની મુખ્ય જોગવાઇઓ જણાવી વિધેયકમાં બાર કાઉન્સિલ તેમજ વકીલોની સ્વાયતતા છીનવા, વકીલોનો અવાજ રૂંધવા, વકીલોની હળતાલ પર પાબંધી, વકીલોની સનદ છીનવી લેવી, વકીલો અસીલના હિતમાં જજો સામે અવાજ ઉઠાવે તો મોટી રકમની દંડની જોગવાઇ, જજોને વધુ સતા અને વર્ચસ્વ વધારવાના સુધારા સાથેના સૂચિત ‘કાળા કાયદા’ની સમજણ આપી હતી. કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત દ્વારા જે કઇ કાર્યક્રમ કરશે, તે મુજબ વિરોધ કાર્યક્રમ કરાશે જ્યારે ગાંધીધામમાં પણ વકીલોએ વિરોધ વ્યક્ત કરતાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી, મામલતદાર કચેરીમાં જઇ આવેદન આપ્યું હતું. વખતે પ્રમુખ દિનેશ મહેશ્વરી, ઉપપ્રુમખ ગીતાબેન જોષી અને મોરારદાન ગઢવી, મંત્રી હિતેશ ભારદ્વાજ, સહમંત્રી જયેન્દ્રસિંહ જાડેજા અને મયૂરધ્વજ ખાંડેકા, સામજીભાઇ ખાંડેકા, રાજકુમાર લાલચંદાણી, રવિરાજસિંહ વાઘેલા, સહિત જુનિયર વકીલો સહિતના લોકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી સૂચિત કાયદાનો વિરોધ વ્યક્ત કરાયો હતો, તો અંજારના વકીલોએ અદાલત પરિસરમાં વિરોધ કર્યો હતો. બાદમાં બધા વકીલોએ પ્રાંત અધિકારી મિતેશ પંડ્યાને તેમજ મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું હતું તેમજ વિરોધ દર્શાવવા વકીલો કામકાજથી અળગા રહ્યા હોવાનું અંજાર બાર એસોસિયેશનના પ્રમુખ કે.આર. સોરઠિયાએ જણાવ્યું હતું, તો બીજી બાજુ માંડવી બાર એસોસિયેશનના પ્રમુખ ખેરાજ એન રાગ તથા તમામ સભ્યોએ કોર્ટમાં એકત્રિત થઇને ‘કાળા કાયદા’નો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભચાઉમાં પ્રમુખપદેથી ધારાશાસ્ત્રી ભરત એન. ભટ્ટ દ્વારા સૂચિત કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તે અનુસંધાને ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને તમામ વકીલોએ સ્પષ્ટ બહુમતીથી વધાવી લીધો હતો. વકીલોના અહિતનો ખરડો વખોડી કાઢવામાં આવ્યો હતો. એક વિશેષ આવેદન તૈયાર કરી ઉપલા ધોરણે મોકલવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાથે ખભેખભા મીલાવી ભચાઉ બાર વિરોધમાં સાથે રહેશે તેમ પણ જણાવાયું હતું.

ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, ભચાઉ, રાપરના બાર દ્વારા આવેદનપત્રો અપાયાં

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વકીલોએ‘કાળા કાયદા’ની કરી હોળી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended