Home »Gujarat »Bhuj »Rapar» રાપરમાં નર્મદા કેનાલના કામો સત્વરે શરૂ કરો

રાપરમાં નર્મદા કેનાલના કામો સત્વરે શરૂ કરો

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:55 AM IST

  • રાપરમાં નર્મદા કેનાલના કામો સત્વરે શરૂ કરો,  rapar news in gujarati
રાપરમાંવહેનારી નર્મદાની કેનાલ, પેટા કેનાલ, માઇનોર અને સબ માઇનોર કેનાલના 410 કરોડના ટેન્ડર બહાર પડી ગયા બાદ એજન્સી પણ ફિક્સ થઇ ગયા બાદ કામો સત્વરે શરૂ કરવા રાપરના ડાવરી, દેશલપર સહિતના ગામોના ખેડૂતોના પ્રતિનિધિ મંડળે ધારાસભ્ય સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. દેશલપરના સરપંચ ગોપારાભાઇ ગાંધી, ઉપસરપંચ દુદાભાઇ ભોજાભાઇ સહિતના અાગેવાનોએ ધારાસભ્ય પંકજભાઇ મહેતા સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, 2397 કિલોમીટરની નર્મદાની નહેરોના કારણે આગામી સમયમાં 84,175 એકર જમીનને સિંચાઇનો લાભ મળશે. ધારાસભ્ય મહેતાએ મુખ્ય અધિકારી શ્રીનિવાસનને જણાવ્યું હતું કે, હાલમાં ખેતરોમાં ઉભો પાક નથી તેથી યોગ્ય સમય છે, તેથી ઝડપથી કામ શરૂ કરીને પૂરા થવા જોઇએ.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાપરમાં નર્મદા કેનાલના કામો સત્વરે શરૂ કરો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended