Home »Gujarat »Bhuj »Rapar» કચ્છમાં 237 તલાટી-હેલ્થ વર્કર્સે કરી સ્થળ પસંદગી

કચ્છમાં 237 તલાટી-હેલ્થ વર્કર્સે કરી સ્થળ પસંદગી

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:55 AM IST

  • કચ્છમાં 237 તલાટી-હેલ્થ વર્કર્સે કરી સ્થળ પસંદગી,  rapar news in gujarati
જિલ્લાપંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 237 જેટલાએ સ્થળ પસંદગી કરી હતી. જિ. પં.માં તલાટી કમ મંત્રી માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં બપોર સુધી ભુજના 8, અંજારના 6, ભચાઉના 5, રાપરના 11, મુન્દ્રાના 3, લખપતના 12, અબડાસાના 23, નખત્રાણાના 11 અને માંડવી તાલુકાના 8 સેજા માટે મેરીટના આધારે ઓર્ડરો ફાળવાયા હતા. બીજી બાજુ સહયોગ હોલમાં ફિમેલ હેલ્થ વર્કર્સ માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. જિ. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડેએ આપેલી વિગતો મુજબ 300 જેટલી ભરાઇ છે, જેમાં 150 ફિમેલ હેલ્થ વર્કર્સની સ્થળ પસંદગી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. વધુમાં કહ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરાશે. જિલ્લામાં 40 લેબ ટેક્નિશિયન, 10 ફાર્માસિસ્ટ, 65 મેડિકલ ઓફિસરની જગ્યાઓ ભરાઇ ગઇ છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કચ્છમાં 237 તલાટી-હેલ્થ વર્કર્સે કરી સ્થળ પસંદગી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended