Home »Gujarat »Bhuj »Rapar» હાર્દિક પટેલની 28મી એપ્રિલે રાપરમાં યોજાશે જાહેર સભા

હાર્દિક પટેલની 28મી એપ્રિલે રાપરમાં યોજાશે જાહેર સભા

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:55 AM IST

  • હાર્દિક પટેલની 28મી એપ્રિલે રાપરમાં યોજાશે જાહેર સભા,  rapar news in gujarati
ભુજ | પાટીદાર આંદોલનના યુવાન નેતા હાર્દિક પટેલની જાહેર સભા રાપરમાં 28મી એપ્રિલે યોજાશે. એપ્રિલની શરૂઆતમાં ધરપકડ થવાના ભયમાં મુલતવી રહેલી સભા વાગડમાં યોજાશે તેમ કચ્છના પાસના આગેવાન જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. સાંજે 5 વાગ્યે, દેના બેંક ચોકમાં યોજાનારી સભામાં વાગડમાંથી 7થી 10 હજાર પાટીદારોને એકત્ર કરવાનું લક્ષ્ય છે અને તેમાં આંદોલનનો મુદ્દો વધુ એક વખત છવાશે. સભા માટે મંજુરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાર્દિક પટેલના રાપરના પ્રવાસ ઉપરાંત વાંઢાયમાં પણ તે માતાજીના દર્શને જાય તેવી શક્યતાઅો છે અને મામલે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જે કાર્યક્રમ હવે જાહેર થાય તેવી સંભાવના છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: હાર્દિક પટેલની 28મી એપ્રિલે રાપરમાં યોજાશે જાહેર સભા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended