Home »Gujarat »Bhuj »Nakatrana» નખત્રાણા તાલુકાના સરપંચોના માર્ગદર્શન માટે સંગઠનની રચના

નખત્રાણા તાલુકાના સરપંચોના માર્ગદર્શન માટે સંગઠનની રચના

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • નખત્રાણા તાલુકાના સરપંચોના માર્ગદર્શન માટે સંગઠનની રચના,  nakatrana news in gujarati
નખત્રાણાતાલુકાના સરપંચોનું સંગઠન બનાવવાની દરખાસ્ત તાજેતરમાં બોલાવાયેલી બેઠકમાં કરાઇ હતી, જેના કારણે સંગઠન સરપંચોના મૂંઝવતા પ્રશ્નો, વહીવટી કામગીરી માટે માર્ગદર્શન, તાલુકા સ્તરે, ઓફિસ, યોજનાકીય માહિતી, ગ્રાન્ટ વગેરે હેતુઓમાં સંગઠન ઉપયોગી બની શકે.

સંગઠન રચવા માટે યોજાયેલી મીટિંગમાં મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. તલાટીની અનિયમિતતા, ટેન્ડરના કામોમાં પંચાયતની જવાબદારી, આકસ્મિક ખર્ચ વધારવા જેવા મુદાઓની રજૂઆત સરપંચો દ્વારા કરાઇ હતી. કાર્યક્રમનું સંચાલન ઇકબાલ ઘાંચીએ કર્યું, જ્યારે મીઠુભાઇ વાઘેલાએ આભારવિધિ કરી હતી. સંગઠન બિનરાજકીય રહેશે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. દરખાસ્ત અંતર્ગત સંગઠનમાં પ્રમુખ તરીકે રાજુભા જાડેજા (મંજલ), કન્વીનર ઇકબાલ ઘાંચી, જ્યારે મીઠુભાઇ વાઘેલા (ઉગેડી), જિજ્ઞાબેન સોની (નખત્રાણા), બેચરલાલ બાબુલાલ (લક્ષ્મીપર), વનીતાબેન (વડવા-કાંયા), ઉપપ્રમુખ, બે મંત્રી જીતેન્દ્ર રાજગોર અને ભગવતીબેન રામપર (રો), જ્યારે ખજાનચી તરીકે કમળાબેન ગઢવીની વરણી કરાઇ હતી.

તલાટીઓની બેઠકમાં સબોધન

તલાટીઓની અનિયમિતતા ટેન્ડરના કામો તેમજ અન્ય મુદ્દાઓની ચર્ચા કરાઇ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: નખત્રાણા તાલુકાના સરપંચોના માર્ગદર્શન માટે સંગઠનની રચના
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended