Home »Gujarat »Bhuj »Mundra» ભુજમાં ભૂકંપના અસરગ્રસ્તોની વસાહતને તાકીદે માન્યતા આપો

ભુજમાં ભૂકંપના અસરગ્રસ્તોની વસાહતને તાકીદે માન્યતા આપો

DivyaBhaskar News Network | Mar 19, 2017, 04:40 AM IST

  • ભુજમાં ભૂકંપના અસરગ્રસ્તોની વસાહતને તાકીદે માન્યતા આપો,  mundra news in gujarati
ભુજમાંવિનાશક ભૂકંપ બાદ સરકારી જમીન પર લોકો દ્વારા સ્વેચ્છાએ બનાવાયેલાં રઘુવંશી નગરને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ માન્યતા આપી તમામ મકાનોને કાયદેસરનો દરજ્જો આપવા મહેસૂલ મંત્રી સમક્ષ માગ કરાઇ છે.

ધરતીકંપ બાદ મુન્દ્રા રોડ પર આવેલાં ભાનુશાલી નગરની પાછળ સરકારી પડતર જમીન પર હંગામી ધોરણે લોકોએ વસવાટ કરી શકે તે હેતુથી કેટલાક સમાજના આગેવાનોએ તત્કાલીન કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને તેમની સુચના અનુસાર જે તે સમયે એક પ્રતિનિધિ મંડળ જગદીશનને મળ્યું હતુ઼. અગ્રણીઓની રજૂઆતના પગલે તેમણે વસવાટ કરવાની અનુમતિ આપતાં ઘર વિહોણા લોકોને જમીન ફાળવાઇ હતી જેના પર હંગામી ધોરણે ટેન્ટ બાંધીને રહેવાનું શરૂ કરાયું હતું. ત્યારબાદ રેડક્રોસ સોસાયટીએ પાણીનું સ્ટેન્ડ પોસ્ટ, શૌચાલય જેવી સુવિધા આપી હતી. વસાહતના રહીશો પગભર થતા ગયા અને સ્થળેજ પોતાના આવાસો બનાવતા ગયા. નગર પાલિકાએ પાણી અને પીજીવીસીએલે પાણીનું જોડાણ આપ્યા બાદ વર્ષ 2008માં રઘુવંશી નગરને વોર્ડ 14માં સમાવાયું હતું. તાજેતરમાં સરકાર દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ વસાહતને માન્યતા આપવાની માગ કરતા પ્રમુખ ભરત રાણાએ માટે નિયમોનુસાર થતી કિંમત ભરવા રહીશો તૈયાર છે તેમ રજૂઆતમાં જણાવ્યું હતું. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે પણ મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ મુદ્દે યોગ્ય કરવાની રૂબરૂ રજૂઆત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી રહેલા ધારાસભ્ય અને પ્રતિનિધિ મંડળ.

રઘુવંશીનગરના પ્રમુખે મહેસૂલ મંત્રી સમક્ષ કરી રજૂઆત

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભુજમાં ભૂકંપના અસરગ્રસ્તોની વસાહતને તાકીદે માન્યતા આપો
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended