Home »Gujarat »Bhuj »Mundra» વેલસ્પનના મેનેજરને ટ્રક ખાલી કરવા બાબતે માર મરાયો

વેલસ્પનના મેનેજરને ટ્રક ખાલી કરવા બાબતે માર મરાયો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:30 AM IST

  • વેલસ્પનના મેનેજરને ટ્રક ખાલી કરવા બાબતે માર મરાયો,  mundra news in gujarati
અંજારનાવરસામેડી ગામ પાસે આવેલી વેલસ્પન કંપનીમાં ટ્રક ખાલી કરવાના મુદ્દે એક શખ્સે મેનેજરને માર મારી ઇજા પહોંચાડતાં મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મારામારીની ઘટના અંજારની વેલસ્પન કંપનીમાં બુધવારે ઘટી હતી. કંપનીમાં સાંજે 6થી 6:30 વચ્ચે મેનેજર દિલીપસિંઘ અને મુન્દ્રા તાલુકાના કુકડસર ગામના રાણા પચાણ રબારી વચ્ચે ટ્રક ખાલી કરાવવા બાબતે તકરાર થઇ હતી, જે દરમિયાન રાણા પચાણ ઉશ્કેરાઇ જતાં તેણે લોખંડની ટામી મેનેજરને માથામાં મારી દેતાં દિલીપસિંઘને માથાના ભાગે ઇજા પહોંચી હતી. બનાવ બાદ મેનેજરે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વેલસ્પનના મેનેજરને ટ્રક ખાલી કરવા બાબતે માર મરાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended