Home »Gujarat »Bhuj »Mundra» રિપોર્ટ બદલાવનારા કસ્ટમ બ્રોકરનું લાઇસન્સ રદ

રિપોર્ટ બદલાવનારા કસ્ટમ બ્રોકરનું લાઇસન્સ રદ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • રિપોર્ટ બદલાવનારા કસ્ટમ બ્રોકરનું લાઇસન્સ રદ,  mundra news in gujarati
મુન્દ્રાકસ્ટમમાં છેલ્લા કેટલાક મહિનામાં એવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા જેમાં જાહેર કરેલા માલથી કાર્ગો અલગ પ્રકારનો હતો. જેથી માલને અલગ કેટેગરીમાં નાખી, તેના પરથી ડ્યુટીની ચોરી કરવાના કૌભાંડમાં કસ્ટમ બ્રોકર દ્વારા રીપોર્ટ બદલાવ્યાનું સામે આવ્યા બાદ તેનુ લાઇસન્સ રદ કરાયું હતું.

પ્રિન્સિપલ કમિશ્નરની કચેરી દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરમાં જણાવ્યા અનુસાર કસ્ટમની એસઆઈઆઈબી શાખા દ્વારા પાંચ જેટલા કન્સાઈમેન્ટ એવા પકડ્યા હતા, જેમાં જાહેર પોલીસ્ટર બેડ કવર કરાયું હતું, પરંતુ અંદર ફેબ્રીક હતુ. કિસ્સાઓમાં માલનો રીપોર્ટ કે જે મુંબઈથી થાય છે તેના આધારે જથ્થો જાહેર કરાય છે. રીપોર્ટમાં ગાંધીધામના કસ્ટમ બ્રોકર બ્રાઈટ શિપટ્રાન્સ પ્રા.લિ. છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું. જેની માલને અલગ કેટેગરીમાં તારવી ઓછી ડ્યુટી ભરવાનું કૌભાંડ સ્પષ્ટ થતા કસ્ટમ કમિશ્નર પી.વી.આર. રેડ્ડીએ ઓર્ડર જાહેર કરી તેનું કસ્ટમ બ્રોકર લાઇસન્સ રદ કર્યું હતું.

અગાઉ કિસ્સામાં ડ્યુટીચોરી કરવા બદલ બદલ 5 કન્ટેનરો પકડાયા હતા

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રિપોર્ટ બદલાવનારા કસ્ટમ બ્રોકરનું લાઇસન્સ રદ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended