Home »Gujarat »Bhuj »Mundra» CMની હાજરીમાં ભુજમાં 13મો ખરીફ કૃષિ મહોત્સવ ઉજવાશે

CMની હાજરીમાં ભુજમાં 13મો ખરીફ કૃષિ મહોત્સવ ઉજવાશે

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • CMની હાજરીમાં ભુજમાં 13મો ખરીફ કૃષિ મહોત્સવ ઉજવાશે,  mundra news in gujarati
13માખરીફ કૃષિ મહોત્સવ-2017 અંતર્ગત 8મી મેના યોજાનારા ખરીફ કૃષિ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. મુલાકાતને પગલે તેમજ કૃષિ મહોત્સવના આયોજનને પાર પાડવા જિલ્લા તંત્રની શુક્રવારે બેઠક યોજાઇ હતી અને વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવા જણાવાયું હતું.

કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં જણાવાયું હતું કે, વધુ કૃષિપુત્રો, પશુપાલકો જોડાય તે પ્રકારે વિવિધ કાર્યક્રમો, એક્ઝિબિશન, સ્ટોલ, સેમિનાર, સાંસ્કૃતિક કાર્યક્રમોના સંકલન સહિતની વ્યવસ્થા ઘડી કાઢવા કવાયત હાથ ધરવાની રહેશે.

ગાંધીએ મુખ્યમંત્રી વિજયભાઈ પોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તે નક્કી થઇ જવાની સંભાવના વ્યક્ત કરી તમામ તૈયારી સુનિશ્ચિત કરી દેવા સંલગ્ન તમામ કમિટીના અધિકારીઓને કામગીરીના જરૂરી નિર્દેશ આપ્યા હતા. તેમણે તાલુકામાં કામગીરીનું મોનિટરિંગ કરવા પ્રાંત અધિકારીઓ સહિત પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર અનિલ ધામેલિયાને તમામ કમિટીઓની કામગીરી માટે દેખરેખ રાખવા માટેના નિર્દેશો આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે ગરમીના દિવસોમાં નક્કર આયોજન ઉપર ભાર મૂકયો હતો. બેઠકમાં કૃષિ, બાગાયત, પશુપાલન, જીએલડીસી તેમજ અન્ય વિભાગની સહાયના ચેક, ટપક સિંચાઇ માટે મંજૂરીપત્રો જેવા આયોજનને આવરી લેવાયા હતા.

પશ્ચિમ વિભાગના પોલીસ વડા મકરંદ ચૌહાણ, પ્રાંત અધિકારીઓ ભુજના ડી.સી. જોષી, મિતેષ પંડ્યા, મુન્દ્રાના જે.વી. દેસાઇ, અસારી, નાયબ કલેક્ટર કેસર ચૌધરી, ડેપ્યુટી ડીડીઓ અશોક વાણિયા, ભુજના સી.ઓ. ગોવિંદ ચાંડપ્પા, ખેતીવાડી વિભાગના જે.પી. વાઘમશી સહિતના હાજર રહ્યા હતા.

તંત્રની બેઠકમાં વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપાઇ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CMની હાજરીમાં ભુજમાં 13મો ખરીફ કૃષિ મહોત્સવ ઉજવાશે
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended