Home »Gujarat »Bhuj »Mundra» લુણીમાં દાઝેલી પરિણીતાએ જીવ ખોયો : પતિ સામે ખૂનનો ગુનો

લુણીમાં દાઝેલી પરિણીતાએ જીવ ખોયો : પતિ સામે ખૂનનો ગુનો

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • લુણીમાં દાઝેલી પરિણીતાએ જીવ ખોયો : પતિ સામે ખૂનનો ગુનો,  mundra news in gujarati
મુન્દ્રાતાલુકાના લુણી ગામમાં 14 એપ્રિલની સવારે પિયર જવાની જીદ કરતી પત્નીને પતિએ સળગાવી દેવાના ચકાચરી બનાવમાં સાત દિવસની સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં પતિ પર હત્યાની કલમનો ઉમેરો કરાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા બાદ લુણી ગામે રહેતા સંતોકબા સ્વરૂપસિંહ સોઢા (ઉ.વ.29)એ ગત 14/4ના સવારે તેમના પતિ સ્વરૂપસિંહને પિયરે જવાનું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં સ્વરૂપસિંહ રણમલજી સોઢાએ આવેશમાં આવી તેમની પત્ની સંતોકબાના શરીર પર કેરોસીનનો ડબ્બો ઠલાવી દીવાસળી ચાંપી સળગાવી જીવતી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બનામાં ગંભીર રીતે દાઝેલી મહિલા સાથે સાડા ચાર વર્ષના પુત્ર રાજદીપના પણ બે પગ દાઝી ગયો હતો. પોલીસે સ્વરૂપસિંહ વિરૂદ્ધ ગુનો નોંધી પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

ગંભીર રીતે દાઝેલી મહિલાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સાત દિવસની સારવાર દરમિયાન શુક્રવારે સવારે 7 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. પરિણીતાનું મોત થતાં કેસની તપાસ ચલાવતા મુન્દ્રા મરિન પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ. ત્રિવેદીએ આરોપી પતિ સામે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પિયરે જવાનું કહેતાં પત્નીને પતિએ સળગાવી દીધી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: લુણીમાં દાઝેલી પરિણીતાએ જીવ ખોયો : પતિ સામે ખૂનનો ગુનો
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended