Home »Gujarat »Bhuj »Mundra» જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ

જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ,  mundra news in gujarati
ભુજનામુન્દ્રા રોડ પર આવેલા નવનીતનગરમાં જૈન દેરાસરમાં ગુરૂવારે રાત્રે તસ્કરો ચોરીને અંજામ આપવાની કોશિશ કરતા હતા, ત્યારે અચાનક ચોકીદાર આવી જતાં નિશાચરો ખાલી હાથે નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નવનીતનગરમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ દેરાસર દીવાલ ઠેકીને અંદર પ્રવેશીને બાજુમાં આવેલી ઓફિસના તાળાં તોડવાનો પ્રયાસ કરતા હતા, તે વેળાએ અચાનક ચોકીદાર આવી જતાં ચોર શખ્સ ભાગી છૂટ્યો હતો. જોકે, દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે આબાદ કંડારાઇ ગયો હતો. બનાવ અંગે ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended