Home »Gujarat »Bhuj »Mundra» જિ. પં. 9 સિનિયર ક્લાર્કની બદલીના ઓર્ડર કાઢ્યા

જિ. પં. 9 સિનિયર ક્લાર્કની બદલીના ઓર્ડર કાઢ્યા

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:15 AM IST

  • જિ. પં. 9 સિનિયર ક્લાર્કની બદલીના ઓર્ડર કાઢ્યા,  mundra news in gujarati
જિલ્લાપંચાયતે જાહેરહિત અને વહીવટી કારણોસર શુક્રવારે 9 જેટલા સિનિયર ક્લાર્કની બદલીના ઓર્ડર કાઢ્યા હતા, ટેબલો બદલવાના એંધાણથી કારકૂનો પણ વગદારોના શરણે પહોંચી ગયાના હેવાલ છે.

નખત્રાણા તાલુકા પંચાયતથી એ.એફ. ચાવડાને બાંધકામ પેટા વિભાગમાં ખસેડાયા છે. લખપત તાલુકા પંચાયતની આઇઆરડીપીમાંથી મહેશ ગોસ્વામીને નખત્રાણા તાલુકા પંચાયતની આઇઆરડીપીમાં મૂકાયા છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાંથી એસ.જે. ઠક્કરને સિંચાઇ શાખામાં બદલવામાં આવ્યા છે. માંડવી તાલુકા બ્લોક હેલ્થના એન.કે. ગુંસાઇને બઢતી સાથે પંચાયત શાખામાં નાયબ ચીટનીશ તરીકે મૂકાયા છે. ભુજ તાલુકા પંચાયતથી એન.એન. સવાણીને ખસેડીને માંડવી બ્લોકમાં બદલવામાં આવ્યા છે. ભુજ તાલુકા પંચાયત ભુજ બ્લોકથી એચ.જે. આચાર્યને તેમની મૂળ જગ્યાએ રખાયા છે. માંડવીમાં કે.ટી. જાનીને ખસેડીને માંડવી સિંચાઇ પેટા વિભાગનો વધારાનો હવાલો સુપરત કરાયો છે. મુન્દ્રા બ્લોક હેલ્થથી હર્ષને ખસેડીને મુન્દ્રા તાલુકા પંચાયત આઇઆરડીપી મૂકાયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વધુ તલાટી કમ મંત્રીની અને કારકૂનોની ટેબલ ફેરફારના આદેશ છૂટવાના છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જિ. પં. 9 સિનિયર ક્લાર્કની બદલીના ઓર્ડર કાઢ્યા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended