Home »Gujarat »Bhuj »Mundra» ટાગોર રોડ પર બાઇકચાલક ગટરમાં અથડાતા ઇજાગ્રસ્ત

ટાગોર રોડ પર બાઇકચાલક ગટરમાં અથડાતા ઇજાગ્રસ્ત

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • ટાગોર રોડ પર બાઇકચાલક ગટરમાં અથડાતા ઇજાગ્રસ્ત,  mundra news in gujarati
ટાગોરરોડ પર વધુ એક અકસ્માત ડીસી-5, ન્યાયાલય સંકુલ પાસે થયો હતો જેમાં રસ્તા પર બનાવાયેલી ગટરની ચેમ્બરમાં એક બાઇક સવાર અથડાઇ પડ્યો હતો. ગટરની ચેમ્બર બનાવાયા પછી તેના પર રંગ-રોગાન થતાં રાત્રે 9:15 વાગ્યે ઘટના બની હતી.

અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલા ટાગોર રોડ પર બુધવારે રાત્રે બાઇક પર આદિપુર જઇ રહેલા મુન્દ્રાના રહેવાસી કાન્તીભાઇ રાઠોડ (ઉ.-42) ને ન્યાયાલય પાસે બમ્પરની બાજુમાં આવેલી ગટરની ચેમ્બર દેખાઇ નહોતી, બમ્પર પર સ્પીડ ઓછી કર્યા પછી અચાનક તેમને ચેમ્બર દેખાતા તેમણે બ્રેક મારી હતી પરંતુ ત્યાં સુધીમાં તો આગળનું વ્હીલ ચેમ્બરમાં અથડાઇ જતાં આધેડ બાઇકસવાર માર્ગ પર પટકાયો હતો જેના કારણે તેને સામાન્ય ઇજાઓ થઇ હતી. બનાવને પગલે વાહનચાલકો ઉભી ગયા હતા અને અમુક વાહનચાલકોએ આધેડને ઉભો કરી હાલચાલ પુછ્યા હતા. બાઇકમાં આગળના વ્હીલનું મડગાર્ડ વળી જતાં નુકસાની થઇ હતી. જો કે ઇજાઓનું પ્રરમાણ સીમીત રહેતાં આધેડે મડગાર્ડ તોડી નાખી બાઇક ચાલુ કરી ત્યાંથી આદિપુર તરફ બાઇક મારી મુકી હતી. ચેમ્બર પર સફેદ કલર કરાય તો દુરથી જોઇ શકાય એમ છે પણ પાલિકા જાગતી નથી.અહીં અગાઉ પણ કોઇ વાહને ઠોકર મારતા ગટરની ચેમ્બર ત્રણ માસ સુધી તુટેલી અવસ્થામાં પડી રહી હતી.

ડીસી-5 વિસ્તારમાં અગાઉ પણ ચેમ્બર તૂટી હતી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ટાગોર રોડ પર બાઇકચાલક ગટરમાં અથડાતા ઇજાગ્રસ્ત
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended