Home »Gujarat »Bhuj »Mundra» શિરાચા પાસે વીજ થાંભલા સાથે બાઇક અથડાતાં 3 યુવાન ઘાયલ

શિરાચા પાસે વીજ થાંભલા સાથે બાઇક અથડાતાં 3 યુવાન ઘાયલ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • શિરાચા પાસે વીજ થાંભલા સાથે બાઇક અથડાતાં 3 યુવાન ઘાયલ,  mundra news in gujarati
મુન્દ્રા-માંડવીહાઇવે પર દેશલપર (કંઠી) નજીક શિરાચા ફાટક પાસે મંગળવારે રાત્રે મોટરસાઇકલ થાંભલા સાથે અથડાતાં તેમાં સવાર ત્રણ યુવાનને અસ્થિભંગ જેવી ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશલપર (કંઠી) ગામે રહેતા દિનેશ રાયશી મહેશ્વરી (ઉ.વ.18), પ્રવિણ પ્રેમજી મહેશ્વરી (ઉ.વ.16) તથા પ્રકાશ વેલજી મહેશ્વરી (ઉ.વ.18) ત્રણ યુવાન પોતાની મોટરસાઇકલ જીજે-12-7644થી લગ્ન પ્રસંગે ખાખર જઇ રહ્યા હતા, ત્યારે મુન્દ્રા-માંડવી રોડ પર શિરાચા

...અનુસંધાન પાના નં.6





ફાટક પાસે મંગળવારે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ માર્ગની સાઇડમાં આવેલા થાંભલા સાથે ધડાકાભેર તેમની બાઇક અથડાતાં ત્રણે જણને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત પ્રકાશને માથામાં પણ ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર મુન્દ્રા સરકારી દવાખાનામાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શિરાચા પાસે વીજ થાંભલા સાથે બાઇક અથડાતાં 3 યુવાન ઘાયલ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended