Home »Gujarat »Bhuj »Mundra» નાની તુંબડી-ફરાદીમાંથી ખનીજ ચોરનારા બે જબ્બે

નાની તુંબડી-ફરાદીમાંથી ખનીજ ચોરનારા બે જબ્બે

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • નાની તુંબડી-ફરાદીમાંથી ખનીજ ચોરનારા બે જબ્બે,  mundra news in gujarati
મુન્દ્રાતાલુકાના નાની તુંબડી ગામની સીમમાં ગેરકાયદે ખનિજની ચોરી કરનારા બે શખ્સને પોલીસે બાતમીના આધારે રામાણિયા અને તુંબડી વચ્ચેના હાઇવે પરથી મંગળવારે રાત્રે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 600 ટન બેન્ટોનાઇટ માટી (કિંમત 13200) તથા બે ટ્રક (કિંમત 14 લાખ)ના મુદામાલ કબજે કરી ખાણ-ખનિજ ખાતાને જાણ કરાઇ હતી.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુરૂવારે રાત્રે મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે રામાણિયાથી તુંબડી જતા રોડ પર બે ટ્રકને રોકી તલાસી લેતાં ટ્રક જીજે-12-ઝેડ-0658ના ડ્રાઇવર મૂળ યુપીના હાલ સમાઘોઘા રહેતા તાજુદીન ઉર્ફે મોનો જમીલ અંસારી (ઉ.વ.36)ની ટ્રકમાં ભરેલા 300 ટન બેન્ટોનાઇટ માટી (કિંમત 6600) તથા ઝરપરા ગામના રામ ઉર્ફે સંખરા (ઉ.વ.40)ની ટ્રક જીજે-12-એયુ-7332માં 300 ટન (કિંમત 6600) એમ બન્ને ટ્રક (કિંમત 14 લાખ) તથા 600 ટન બેન્ટોનાઇટ (કિંમત 13,200) સહિત 14,13,200ના મુદામાલ સાથે મુન્દ્રા પોલીસે ઝડપી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ભૂસ્તર શાખાને જાણ કરવામાં આવી હતી. ખાણ-ખનીજ ખાતાએ કરેલી કામગીરી બાદ ભૂમાફિયાઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

પોલીસે 13200ની માટી તથા 14 લાખની બે ટ્રક સહિત 14,13,200નો મુદ્દામાલ કબજે કર્યો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: નાની તુંબડી-ફરાદીમાંથી ખનીજ ચોરનારા બે જબ્બે
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended