Home »Gujarat »Bhuj »Mundra» ઝરપરાની 400 એકર ગૌચર જમીન ફરી નીમ કરી પરત કરો

ઝરપરાની 400 એકર ગૌચર જમીન ફરી નીમ કરી પરત કરો

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • ઝરપરાની 400 એકર ગૌચર જમીન ફરી નીમ કરી પરત કરો,  mundra news in gujarati
છેલ્લાપાંચ વર્ષથી ઝરપરાની ગૌચર જમીન મુદ્દે શમી ચૂકેલા આંદોલને આજે ફરી માથું ઉંચક્યું હતું. ઝરપરા ગૌચર બચાવ સમિતિ અને ખેતીવિકાસ ટ્રસ્ટના સભ્યોએ પોર્ટ રોડના ઝીરો પોઇન્ટથી વાયા અદાણી હાઉસ થઈ પ્રશાસનને 400 એકર ગૌચર ફરી નીમ કરવા સબબ આવેદન આપ્યું હતું.

પ્રાંત અને મામલતદાર કચેરી મધ્યે આવેદનરૂપી રજૂઆતમાં અદાણી પોર્ટ એન્ડ સેઝને સંપાદિત કરવામાં આવેલી 1000 એકર ગૌચર જમીનમાંથી કંપનીએ 2012માં 400 એકર જમીન પરત કરી 100 એકર જમીનને વિકસાવવાનો લેખિત સમજૂતીકરાર કર્યો હતો. ગૌતમભાઈ અદાણી અને ધારાસભ્ય તારાચંદ છેડાની હાજરીમાં સમજૂતી થઈ હોવા બાબતનો સમિતિઓએ ઉલ્લેખ કર્યો છે, પરંતુ આજપર્યંત તેનો અમલ કરી ગૌચર ફરી નીમ કરવામાં આવી હોવાનો લેખિત આક્રોશ દર્શાવ્યો છે. વિશેષમાં અંગે જો ટૂંક સમયમાં નિર્ણય લેવાય તો ફરી ગૌચર બચાવ અને ખેતીવિકાસ સમિતિને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તે ચીમકી ઉચ્ચારી છે.

બાઇક રેલીમાં જોડાયેલા સભ્યો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ઝરપરાની 400 એકર ગૌચર જમીન ફરી નીમ કરી પરત કરો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended