Home »Gujarat »Bhuj »Mundra» મુન્દ્રાની ભૂખી નદી વર્ષો બાદ ચોખ્ખી બાવળ વિહોણી બની

મુન્દ્રાની ભૂખી નદી વર્ષો બાદ ચોખ્ખી બાવળ વિહોણી બની

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • મુન્દ્રાની ભૂખી નદી વર્ષો બાદ ચોખ્ખી બાવળ વિહોણી બની,  mundra news in gujarati
રાજકીયઈચ્છાશક્તિ હોય તો કશું પણ અશક્ય નથી, જેનું તાદૃશ ઉદાહરણ ભૂખી નદીના રસ્તે પસાર થતાં જોઈ શકાય છે. ડાકબંગલોથી લઇ હરિબાગ મંદિર સુધી બાવળોના ફેલાવા થકી નદીને બદલે જંગલમાં ફેરવાયેલી ભૂખી નદીના પટ્ટને વર્તમાન ગ્રામપંચાયતે સાફ કરી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શહેરમાં મચ્છરોના ઉપદ્રવ માટે કારણભૂત બાવળના ઝૂંડોનો સફાયો થતાં હવે ગ્રામજનોને મચ્છરોના ત્રાસથી રાહત મળી રહેવાની લાગણી નદીના પટ્ટને અડીને વસવાટ કરતા ગ્રામજનોમાં જોવા મળી છે. હજી પણ નદીમાં વહેતા ખુલ્લા ગટરના ગંદાં પાણીના નિકાલ અંગે વિચારાય તો મચ્છરોના ઉપદ્રવથી કાયમી છુટકારો મળવાનો મત લોકો દર્શાવી રહ્યા છે. વિશેષમાં ઢંગધડા વગરની ગટર યોજનાની દેન આપી સરકારના કરોડો રૂપિયા સેરવી લેનારા સુપર કન્સ્ટ્રક્શનના સંચાલક પાસે જો ગંદાં પાણીના નિકાલ અંગેનું નિવારણ લાવવાની ફરજ પાડવામાં આવે તેવો સૂચક ઈશારો જાણકાર સૂત્રો કરી રહ્યા છે.

સાફ કરાયેલી મુન્દ્રાની નદી

ગ્રા. પં.ની સરાહનીય કામગીરી થકી બન્ને છેડે આરપાર જોઈ શકાય છે

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મુન્દ્રાની ભૂખી નદી વર્ષો બાદ ચોખ્ખી બાવળ વિહોણી બની
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended