Home »Gujarat »Bhuj »Mundra» ભુજમાં પોલીસ ચાલકમિત્ર દ્વારા STના ડ્રાઇવરોનો નિદાન કેમ્પ

ભુજમાં પોલીસ ચાલકમિત્ર દ્વારા STના ડ્રાઇવરોનો નિદાન કેમ્પ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • ભુજમાં પોલીસ ચાલકમિત્ર દ્વારા STના ડ્રાઇવરોનો નિદાન કેમ્પ,  mundra news in gujarati
પશ્ચિમકચ્છમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તેને નિવારવા વાહનચાલકોની સજ્જતા અનિવાર્ય છે, તેવા હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચાલકમિત્ર યોજના અંતર્ગત ભુજ અેસટી ડેપોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટીના 100 જેટલા ડ્રાઇવર-કન્ડક્ટરોએ પોતાની તબીબી ચકાસણી કરાવી હતી.

બુધવારે યોજાયેલા નિદાન કેમ્પનું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ તથા એસટી નિયમાક બી.એન. ચારોલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું, ત્યાર બાદ ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવર-કન્ડક્ટરોની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા 100 જેટલા કર્મચારીએ પોતાની શારીરિક તપાસ કરાવી હતી. મેડિકેલ કેમ્પ તમામ પ્રકારની મેડિકલ તપાસ થઇ હતી, જેમાં બ્લડ ચેક-અપ, સુગર ચેક-અપ, પ્રેસર, હેલ્થ ચેક-અપ તથા આંખોની તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસણી બાદ જરૂરતમંદોના આંખના ઓપરેશન સહિત અન્ય વધુ સારવારની જરૂર જણાશે, તો તે ચાલકમિત્ર યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવશે. માર્ગ અકસ્માતનું પ્રમાણ ઓછું થાય તેવા સદઆશયથી યોજના પોલીસ વિભાગ દ્વારા કરાઇ હતી. યોજાયેલા બીજા મેડિકલ ચેક-અપ કેમ્પમાં એસપી મકરંદ ચૌહાણ, ડીવાયએસપી ચૌધરી, એલસીબી પીઆઇ આલ, એસઓજી પીઆઇ ડોડિયા, કચ્છ એસટી નિયામક ચારોલા, મેનેજર એસપી આચાર્ય, લેબર ઓફિસર નિમિષા ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ પશ્ચિમ કચ્છ પોલીસના ચાલકમિત્ર અંતર્ગત ભુજના મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે છકડાચાલક અને ખાનગી બસોના ચાલકોની આંખો અને શારીરિક તપાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

અેસટી કર્મચારીઓની શારીરીક તપાસ કરી રહેલા તબીબ નજરે પડે છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અકસ્માત નિવારવા અનેરી પહેલ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભુજમાં પોલીસ ચાલકમિત્ર દ્વારા STના ડ્રાઇવરોનો નિદાન કેમ્પ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended