Home »Gujarat »Bhuj »Mandavi» માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ

માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ

DivyaBhaskar News Network | Mar 19, 2017, 04:40 AM IST

  • માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ,  mandavi news in gujarati
સ્વચ્છમાંડવી, ક્લિન માંડવીનું સુધરાઇ દ્વારા સૂત્ર અપાયું છે, જે પોકળ હોય તેમ ગોસ્વામી અને જૈન સમાજ વચ્ચે આવેલી કેનાલ ગંદકીથી ખદબદતી હોવાથી કચવાટ ફેલાયો છે. બન્ને જ્ઞાતિના આગેવાનોએ પાલિકા દ્વારા નિયમિત સફાઇ કરાય તેવી માગ કરી છે.

દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થળ અખાડા અને જૈનોના સ્મશાન ગૃહ વચ્ચેની ઓગનની કેનાલમાં ફેલાયેલી ગંદકીના કારણે અંતિમવિધિ માટે આવતા લોકોને નાકે રૂમાલ આડો દેવાની ફરજ પડે છે. અંતિમ સંસ્કાર સમયે કેટલીક ધાર્મિકવિધિ કરાતી હોય છે, તેવા સમયે માથું ફાડી નાખે તેવી બદબૂ આવતાં કચવાટ ફેલાયો છે. નિયમિત સફાઇ વેરો વસૂલતી સુધરાઇનો સેનિટેશન વિભાગ માંદો પડી ગયો હોવાની ચાડી ખાતી ગંદકીને તાકીદે દૂર કરાય અને નિયમિત સફાઇ કરવા માટે સમાજના આગેવાનો માગ કરી રહ્યા છે.

ગંદકીથી ખદબદતી કેનાલ

ગોસ્વામી અને જૈન જ્ઞાતિજનોની નિયમિત સફાઇ માટે માંગ

સ્વચ્છ માંડવી, ક્લિન માંડવીનું સૂત્ર પોકળ હોવાની સાબિતી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended