Home »Gujarat »Bhuj »Gandhidham» બંધ ફેકટરીમાં પડેલી દવાઓ ખાતા સાત ગાયને ઝેરી અસર

બંધ ફેકટરીમાં પડેલી દવાઓ ખાતા સાત ગાયને ઝેરી અસર

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • બંધ ફેકટરીમાં પડેલી દવાઓ ખાતા સાત ગાયને ઝેરી અસર,  gandhidham news in gujarati
આદિપુરમાંઆવેલા શનિદેવ મંદિરની બાજુમાં બંધ પડેલી ફેક્ટરીમાં પડેલી દવાઓને 7 ગાયએ ખાઈ લેતા તેમના પર તેની ઝેરી અસર થઈ હતી. ગૌરક્ષકોને બાબતની માહિતી મળતા તેમણે સ્થળ પર ધસી જઈ સારવાર આદરી હતી.

બુધવારના મોડી સાંજે શનિમંદિર પાસે કેટલીક ગાય અને વાછરડાની વર્તુણુક અસામાન્ય લાગતા સ્થાનિકોએ ગૌપ્રેમીઓને અંગે જાણ કરી હતી. અખીલ ભારતીય નવયુગ સંસ્થા અને કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા બીમાર ગાયોની તાત્કાલીક સારવાર કરી બે ગાયની સ્થીતી વધુ ખરાબ લાગતા તેમને ગૌ હોસ્પીટલ લઈ જવા રવાના કરી હતી. સંસ્થાના આગેવાન રાજ ગઢવીના જણાવ્યા અનુસાર મંદિરની બાજુમાં બંધ પડેલી દવાની ફેક્ટરીમાં પડેલી દવાઓ ખાઈ જતા અસર થઈ હોવાનું બહાર આવ્યુ હતું.

ગૌરક્ષકોએ અસરગ્રસ્ત ગાયની સારવાર કરી

આદિપુરના શનિદેવ મંદિર પાસેની ઘટના

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બંધ ફેકટરીમાં પડેલી દવાઓ ખાતા સાત ગાયને ઝેરી અસર
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended