Home »Gujarat »Bhuj »Gandhidham» શોપ લાઇસન્સ રિન્યુ કરાયાની બૂમ

શોપ લાઇસન્સ રિન્યુ કરાયાની બૂમ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • શોપ લાઇસન્સ રિન્યુ કરાયાની બૂમ,  gandhidham news in gujarati
ગાંધીધામપાલિકા દ્વારા વેપારીઓને અપાતા ગુમાસ્તા ધારાના લાયસન્સ દર 3 વર્ષે રીન્યુ કરાવવાના હોય છે. ગત વર્ષે 31/12 ના દિવસે જેમની મુદત પુર્ણ થતી હતી તેમણે રીન્યુઅલ માટે પાલિકામાં લાયસન્સ શોપ ઇન્સ્પેક્ટર સમક્ષ રજુ કર્યા હતા. ડિસેમ્બરમાં જમા કરાવાયેલા પરવાનાઓ પૈકી મોટા ભાગના પરવાના હજુ સુધી વેપારીઓને પરત મળતાં વેપારકી વર્ગમાં નારાજગી ફેલાઇ છે અને સબંધે સુધરાઇમાં રજુઆતનો તખ્તો ગોઠવાયો હોવાનું પણ જાણવા મળે છે.

પાલિકામાં લાયસન્સ રીન્યુઅલ માટે આપનાર વેપારી સુત્રોએ જણાવ્યું હતું કે, સુધરાઇમાં સાડા ચાર માસથી અરજી ફોર્મ રજુ કર્યા છે પરંતુ દિવસે આવજો, ફલાણા દિવસે આવજો એવા બહાના કઢાય છે અને જો વેપારી સ્હેજ નારાજ થાય તો તમારૂં કામ થઇ ગયું છે પણ થેલો આદિપુર ભુલી આવ્યો છું અને આદિપુરમાં થેલો ગાંધીધામ ભુલી આવ્યો છું એવા બહાના કાઢવામાં આવે છે. સબંધે એકાદ વખત કાઉન્સીલરને રજુઆત કરવામાં આવ્યા બાદ શોપ ઇન્સ્પેક્ટર લાગવગના મુદે ઉશ્કેરાઇ ગયાનું પણ જણાવાયું હતું. ધક્કા ખાઇને કંટાળેલા વેપારીઓ દ્વારા હવે સુધરાઇ પ્રમુખને રજુઆતનો તખ્તો ઘડાયો છે. સુત્રોની માહિતી અનુસાર આદિપુરના 300 જેટલા અને ગાંધીધામના એનાથી વધુ સંખ્યામાં પરવાના રીન્યુ કરી અપાયા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર રીન્યુઅલ માટે વેપારીઓ પાસેથી મોટી રકમ માગવામાં પણ આવે છે જેના કારણે પણ વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ રહી છે. જે વેપારી ઉપરના વ્યવહાર માટે સંમત થાય તેમને માત્ર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને તેમને રીન્યુ લાયસન્સ અપાતા નથી.

સંકુલમાં નોંધાયેલી દુકાનોની સંખ્યા કેટલી?

ગાંધીધામમાંકેટલી દુકાનોને લાયસન્સ અપાયા છે તે પણ એક કોયડો છે. વર્ષ-1995 માં ડો. ભાવેશ આચાર્યએ 54,000 હજાર નોંધાયેલી દુકાનો હોવાનું સત્તાવાર રીતે નિવેદન આપ્યું હતું સંજોગોમાં સત્ય શું તે જાણવું રસપ્રદ બની રહે છે પરંતુ પાલિકા તરફથી બાબતની ક્યારેય સ્પષ્ટતા કરવામાં આવી નથી તેથી આચાર્યએ કહેલો આંકડો સાચો છે કે ખોટો તે સબંધે ત્યારથી સસ્પેન્સ ફેલાયેલું છે.

"પરવાના પરત આપી દેવાયા છે, બાકી નથી'

અનુસંધાનેપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર રવિ મહેશ્વરીને પુછતાં તેમણે વાત ખોટી હોવાનો અને આટલી મોટી સંખ્યામાં કાંઇ થોડા પરવાના બાકી રાખી શકાય એમ જણાવ્યું હતું. તેમણે કોઇના લાયસન્સ બાકી રખાયા હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા અનુસાર મોટી સંખ્યામાં પરવાના રીન્યુઅલ માટે આવતા હોઇ થોડો વખત લાગ્યો હોય શક્ય છે બાકી કોઇના પરવાના બાકી રહ્યા નથી. તેમણે વાતનો પણ રદીયો આપ્યા હતો કે, લાયસન્સ રીન્યુ કરવામાં કોઇ ઉપરનો વ્યવહાર કરવો પડે છે. તેમણે જણાવ્યું કે, મે કોઇ પાસેથી નાણાં લીધા હોય વાત તદન ખોટી છે. મે દરેક રીન્યુઅલ એક પણ રૂપિયો લીધા વિના કરી આપેલ છે.

મૃતકનાનામના લાયસન્સ વારસના નામે નથી થતા

એકએવી પણ ફરિયાદ ઉઠવા પામી છે કે, અમુક વેપારીઓ અવસાન પામ્યા હોવાથી તેમના વારસદારના નામે શોપ લાયસન્સ થઇ શકે તેવી જોગવાઇ છે પરંતુ ગાંધીધામ પાલિકા કલેક્ટરના જાહેરનામાનો ઉલ્લેખ કરી, લાયસન્સમાં નામફેર કરવાની મનાઇ હોવાનું કહે છે. હકિકતમાં દુકાનોના વેચાણને અટકાવવા જાહેરનામું બહાર પડાયું છે જેથી દુકાનોની સોદાબાજી અટકી શકે. જાહેરનામામાં વારસાઇ રાહે નામફેર કરી આપવાનો કોઇ ઉલ્લેખ નથી છતાં કલેક્ટરના હુકમનું અવડું અર્થઘટન કરી, વારસદારોને પણ નામફેર કરી અપાતા નથી જેના કારણે પણ રોષ ફેલાઇ રહ્યો છે.

પાલિકામાં સાડા ચાર માસથી લાયસન્સ અપાયા છે જે પરત આપવા ધક્કા ખવડાવાતા હોવાની રાવ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શોપ લાઇસન્સ રિન્યુ કરાયાની બૂમ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended