Home »Gujarat »Bhuj »Gandhidham» તુરી બારોટ સમાજના 5 યુગલો લગ્નના અતૂટ બંધનથી બંધાયા

તુરી બારોટ સમાજના 5 યુગલો લગ્નના અતૂટ બંધનથી બંધાયા

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • તુરી બારોટ સમાજના 5 યુગલો લગ્નના અતૂટ બંધનથી બંધાયા,  gandhidham news in gujarati
ગતતા.18મીએ ગાંધીધામમાં ભારતનગર ખાતે વસતા તુરી બારોટ સમાજના ભાઇ-બહેનોનો પ્રથમ વખત સમુહ લગ્ન યોજવામાં આવ્યો હતો. સમુહ લગ્નમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા.

સામાજિક અવસરે રાજયસભાનાં મેમ્બર શંભુનાથ મહારાજે તુરી બારોટ સમાજનાં પ્રથમ સમુહ લગ્ન મહોત્સવમાં પ્રભુતાના પગલા પાડનાર યુગલોને આર્શિવચન આપીને વંચિત સમાજની પ્રથમ એવી પ્રેરક પહેલને બિરદાવીને સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રસંગે અંત્યોદય વિકાસના ચેરમેન અને આગેવાન પ્રવિણચંદ્ર પંડયાએ દિકરા-દિકરીઓને પ્રભુતામાં પગલા પાડવા બદલ અભિનંદન આપતાં હવેથી નવજીવનની શરૂઆતમાં દિલથી જીવન જીવવાની સલાહ આપી હતી. તેમની સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, ગીતાબેન ગણાત્રા, ચંદનભાઇ જૈન, ભરતભાઇ સોલંકી, જે.પી.મહેશ્વરી, શ્યામભાઇ ભાનુશાળી, પી.એમ.જાડેજા, વેલુભા જાડેજા,પી.આઇ. આર.જી.પરમાર વિગેરેએ નવદંપતિને આર્શિવાદ આપ્યા હતા.

પ્રથમ પ્રયાસને ખુલ્લો મુકતા સાંસદ

વંચિત સમાજની સમૂહલગ્નની પહેલને આવકારાઇ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: તુરી બારોટ સમાજના 5 યુગલો લગ્નના અતૂટ બંધનથી બંધાયા
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended