Home »Gujarat »Bhuj »Gandhidham» ભારતનગર, સુંદરપુરીમાં વીજકાપ રહેશે

ભારતનગર, સુંદરપુરીમાં વીજકાપ રહેશે

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • ભારતનગર, સુંદરપુરીમાં વીજકાપ રહેશે,  gandhidham news in gujarati
પીજીવીસીએલદ્વારા ગાંધીધામના સુંદરપુરી અને ભારતનગર ફિડરમાં સમારકામ કરવાનું હોવાથી આખાય વિસ્તારમાં સવારથી 7 કલાક સુધી વીજપુરવઠો બંધ રખાશે.

પીજીવીસીએલના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભારતનગર અને સુંદરપુરીનું 11 કેવી ફિડર સમારકામ અર્થે બંધ રાખવામાં આવશે. જેથી શનિવારના સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ભારતનગર, 9બી, 11એ, 11બી, 9બીસી, 9એઈ, આઈ.એન.ડી, સુંદરપુરી, મહેશ્વરી નગર, સુભાષનગરમાં વીજપુરવઠો બંધ રખાશે. ઉનાળાની બળબળતી ગરમીમાં વીજકાપના લીધે જનજીવનમાં તેની અસર થશે. સંકુલમાં છેલ્લા કેટલાક દિવસથી વારંવારના વીજ વિક્ષેપને કારણે લોકો હેરાનગતિ ભોગવે છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભારતનગર, સુંદરપુરીમાં વીજકાપ રહેશે
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended