Home »Gujarat »Bhuj »Gandhidham» ગળપાદરમાં સસ્તા અનાજની દુકાને આડોડાઇ

ગળપાદરમાં સસ્તા અનાજની દુકાને આડોડાઇ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • ગળપાદરમાં સસ્તા અનાજની દુકાને આડોડાઇ,  gandhidham news in gujarati
ગળપાદરનાનાગેશ્વર સોસાયટી, ગાયત્રી સોસાયટી, હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારની સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અનાજ પુરૂં અપાતા ગામની મહિલાઓએ અવાજ ઉઠાવી ભ્રષ્ટ શૈલી અપનાવતા દુકાનદારનું લાયસન્સ રદ્દ કરવા માંગ ઉઠાવી છે.

ગળપાદરના ચોક્કસ સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર દ્વારા મહિલાઓને રાશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થામાંથી માત્ર 40 ટકા જથ્થો આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ જણાવ્યું હતું કે, દુકાનદાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે જેનું લાયસન્સ રદ્દ કરવા માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરાઇ છે. જો એમ નહી થાય તો ગામની મહિલાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે લડતની ચિમકી અપાઇ છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગળપાદરમાં સસ્તા અનાજની દુકાને આડોડાઇ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended