Home »Gujarat »Bhuj »Gandhidham» સૂચિત ફેરફાર મજૂરોના હિત વિશે અસ્પષ્ટ હોવાથી વિરોધ

સૂચિત ફેરફાર મજૂરોના હિત વિશે અસ્પષ્ટ હોવાથી વિરોધ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • સૂચિત ફેરફાર મજૂરોના હિત વિશે અસ્પષ્ટ હોવાથી વિરોધ,  gandhidham news in gujarati
કંડલા સહિતના મહાબંદરો પર બોર્ડમાં ફેરફારના સૂચિત પ્રસ્તાવને દેશના 5 મુખ્ય મજુર સંઘોએ મુંબઇ ખાતેની બેઠકમાં વખોડી કા્ઢયો છે.

લેબર ટ્રસ્ટી મોહન આસવાણીએ મુંબઇથી જણાવ્યા મુજબ, 21/4 ના રોજ મુંબઇ ખાતે બેઠક બાદ જણાવ્યું હતું કે, આઇપીએના ચેરમેન સંજય ભાટીયા, ઇન્ટુક પોર્ટ ફેડરેશનના પ્રમુખ પ્રભાત સામંતરાય તથા અવર મહામંત્રી મોહન આસવાણીએ સૂચિત ઓથોરીટી એક્ટથી કામદારોના હક્કોના જતન, પ્રમોશનના લાભ અને પેન્શનની ચૂકવણી વગેરે પ્રશ્નો અધ્ધરતાલ છે. ટ્રસ્ટી બોર્ડમાં પણ મજુરોનો એકડો કાઢવા 1 ટ્રસ્ટીનો પ્રસ્તાવ પણ અન્યાયી છે તો બીજી તરફ અન્ય ટ્રસ્ટીઓની સંખ્યા વધારે 13 કરવાનો હેતુ અસ્પષ્ટ છે તેથી તેનો વિરોધ કરાયો હતો. અનુસંધાને આઇપીએના ચેરમેને આશ્વાસક રીતે જણાવેલ કે, સૂચિત સુધારામાં કામદારો સાથે થયેલા કાનૂની સમાધાનને કોઇ આંચ આવે તે ખાસ જોવાશે. પેન્શન, સહિતના કામદારોના હિતોને નુકસાની થાય તે પણ જોવામાં આવશે.

આગામી તા. 28/4 ના રોજ કેન્દ્રીય શિપિંગ સચિવે નવી દિલ્હી ખાતે તો સંસદની સ્ટેન્ડીગ કમિટિએ પણ 25/4 ના રોજ મેજર પોર્ટ એક્ટમાં શા માટે ફેરફાર જરૂરી છે તે બેઠક બોલાવેલ છે. કમિટિ મેના પહેલાં અઠવાડીયામાં કામદાર મહાસંઘોના નેતાઓ સાથે પણ બેઠક યોજે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે એમ યુનીયનના ઉપપ્રમુખ કિરીટ ધોળકીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

મુંબઇમાં પોર્ટ ફેડરેશનની બેઠકમાં વ્યકત થયો સૂર

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સૂચિત ફેરફાર મજૂરોના હિત વિશે અસ્પષ્ટ હોવાથી વિરોધ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended