Home »Gujarat »Bhuj »Gandhidham» રોડ સ્વેપિંગમાં વ્હાલાદવલાની રાવ

રોડ સ્વેપિંગમાં વ્હાલાદવલાની રાવ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • રોડ સ્વેપિંગમાં વ્હાલાદવલાની રાવ,  gandhidham news in gujarati

ગાંધીધામસંકુલમાં પવન છેલ્લા એક સપ્તાહથી 15 કિં. મી. / પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ રહ્યો છે ત્યારે તેના કારણે સંકુલના મુખ્ય માર્ગો નહિ પરંતુ તમામ રહેણાક વિસ્તારોમાં પણ ધુળનું સામ્રાજ્ય છવાઈ ગયુ છે. નગરપાલિકા દ્વારા માર્ગો પર ફેલાયેલી ધુળને હટાવવા ખાસ રોડ સ્વેપીંગ માટેનો કોંટ્રાક્ટ ખાનગી પેઢીને અપાયો છે. પરંતુ તેમની સાથે થયેલા કરાર અનુસારના તમામ માર્ગો પર સ્વેપીંગ કરવામાં આવતુ હોવાનું અને જે કોઇ વિસ્તારમાં કરાય છે તેમાં પણ નિયમીત સફાઈ આદરાતી હોવાની રાવ લાંબા સમયથી ઉઠી રહી છે.

ગાંધીધામની મુખ્ય બજાર, પોલીસ સ્ટૅશન રોડ, શિવાજી રોડ સહિતના આંતરીક માર્ગોમાં છેલ્લા એક સપ્તાહથી આવન જાવન કરવા બુકાનીધારી બનવું ફરજીયાત બન્યુ છે કારણ કે પવનના વેગના કારણે અને સફાઈના અભાવે માર્ગો પર અને આસપાસ ફેલાયેલી રહેલી ધુળ ઉડીને વાહનચાલકો અને આસપાસની દુકાનો, રહેણાંક મકાનો અને ઓફિસ સુધી ધરાર પગપેસારો કરે છે. ઝંડા ચોકથી અંદરની બાજુમાં રહેતા અવિનાશભાઈ જણાવે છે કે અત્યારે તો એવી હાલત છે કે રોજ ચાર વાર આંગણું વાળવુ પડે છે. અંગે આરટીઆઈ એક્ટીવીસ્ટ સમીર દુદાણી જણાવે છે કે, વ્યવસ્થામાં ઘણી ખામીઓ હોવાનું અનેકવાર સામે આવી ચુક્યુ છે. ક્યા-ક્યા માર્ગો પર સ્વેપીંગ થવી જોઇએ અને કેટલી વાર અને ક્યારે તે વિશેના ચોક્કસ માપદંડોનું ધ્યાન રખાયુ હોવાનું અને તેનું પાલન પણ નથી થતુ ત્યારે, કેટલાક વિસ્તારો જેમકે ઓસ્લો સર્કલથી ગોપાલપુરી ગેટ સુધીના માર્ગ પર રોડ સ્વેપીંગ જવલ્લે કરવામાં આવતુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉનાળો હવે જામી રહ્યો છે ત્યારે પવનના તીવ્ર વેગના કારણે લુ સાથે પાલિકાના ગેરવહીવટના કારણે સાફ કરાયેલી ધુળ પુષ્કળ પ્રમાણમાં ઉડે છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે તો દમ અને ફેફસાના રોગ ધરાવતા દર્દીઓ માટે મુશ્કેલી સર્જાઇ રહી છે.

એકત્રીત ધુળ નાળામાં સ્વાહા કરાય છે

અપનાનગરવિસ્તારમાં રોડ પર થોડા સમય પહેલા એકત્રીત કરાયેલી ધુળને વરસાદી નાળામાં નાખી દેવાતા આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તો ધુળ એકત્ર કરી તેના ઢગલા ડિવાઈડર પાસેજ મુકી રાખવાની પ્રથા પણ લાંબો સમય ચાલી હતી. ત્યારબાદ તે ધુળને ડિવાઈડર પર નાખી દેવાની તરકીબ પણ અજમાવાઈ હતી. પાલિકાના ખાનગી કોન્ટ્રક્ટર દ્વારા દળી-દળીને ઢાંકણીમાં નખાતું હોવાથી શહેર સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. બીજી તરફ ઝાડી કટીંગ થતું હોવાથી અનેક સ્થાનોએ ગાંડા બાવળ ઉગી નિકળ્યા છે જેના કારણે પણ લોકોને પરેશાનીમાં મુકાવું પડે છે. સબંધે તાત્કાલીક ઘટતું થાય તે આવશ્યક મનાય છે.

છેલ્લા સપ્તાહથી પવનની ગતિ વધતા રોજ છવાય છે ધૂળ સામ્રાજ્ય

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રોડ સ્વેપિંગમાં વ્હાલાદવલાની રાવ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended