Home »Gujarat »Bhuj »Gandhidham» શિવાજી પાર્ક પાસેથી 18 લારીગલ્લા દૂર કરાયા

શિવાજી પાર્ક પાસેથી 18 લારીગલ્લા દૂર કરાયા

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

ગાંધીધામનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શિવાજી પાર્ક પાસે ફુટપાથ પર ઉભા રહેતા 18 લારી ગલ્લાને હટાવાયા હતા. જેમાં બે કેબીન ધારકોએે તંત્રને મચક આપતા તેમની કેબીન જપ્ત કરાઈ હતી. તો બીજી તરફ 7/બી વિસ્તારમાં ગેટ બનાવી જાહેર રસ્તો બંધ કરનારને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ગેટ તોડી પાડવા જણાવ્યુ છે. પાલિકાએ અચાનક છેડેલી કામગીરી પાછળનું કારણ ગત રાત્રે પાર્ક પાસે મહિલા સાથે કેબીનધારક સાથે થયેલો વિવાદ જવાબદાર હોવાનું મનાય છે.

શહેરના મધ્યે આવેલા શિવાજી પાર્ક બહાર ઉભા રહેતા લારી ગલ્લાઓ પર નગર પાલિકાની દબાણ શાખા શુક્રવારના સવારે ત્રાટકી હતી. દબાણ શાખાના લોકેંદ્ર શર્માએ જણાવ્યું હતું કે, શિવાજી પાર્ક પાસે ચા, નાસ્તા સહિતના વિવિધ 18 લારી ગલ્લાધારકો હતા. જેમને સ્વેચ્છાએ હટાવવા જણાવાયુ હતુ જેમાંથી 16 લોકોએ પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા. પરંતુ બે કેબીનધારકોએ હટવાનો ઈંકાર કરતા દબાણ શાખા દ્વારા બે કેબીન જપ્ત કરાઈ હતી. તો બીજી તરફ 7/બી વિસ્તારમાં દરવાજો નાખી રસ્તો બંધ કરી નાખનારી સોસાયટીને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ગેટને હટાવી દેવા જણાવ્યંુ હતું. 10/એ માં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવનની સામેની બાજુ રહેણાંક ઘર દ્વારા રોડ સુધી દબાણ કરાયું હતું. જેને પણ પાલિકાએ હટાવી દીધુ હતુ. નગરપાલિકા દ્વારા અચાનક થયેલી કાર્યવાહી પાછળ શિવાજી પાર્ક પાસે મહિલા અને કેબીનધારક વચ્ચે ગુરૂવારની રાત્રે થયેલા વિવાદે ટ્રીગરનું કામ કર્યુ હોવાનું કહેવાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારની રાત્રે એક મહિલા પાર્કની અંદર જઈ રહી હતી ત્યારે તેની સાડીનો છેડો લારીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે અંગેની વાત પાલિકા પ્રમુખ સુધી પહોંચતા તાત્કાલિક ધોરણે દબાણ હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

શીવાજી પાર્ક ખાતે સુધરાઇએ અચાનક દબાણ હટાવ ઝુંબેશ આદરી હતી.

દબાણ હટાવ કામગીરીનો ધમધમાટ

ગુરુકુળમાં 10 ઘરને 7 દિવસની નોટિસ

ગુરુકુળવિસ્તારમાં ગટરની લાઈન નાખવાની કામગીરી આરંભવાની હોવાથી તેના ઉપર આવતા દસ રહેણાક ઘર દ્વારા કરવામાં આવેલા દબાણોએ હટાવવા નોટિસ અપાઈ હતી. દસે દબાણકારોને 7 દિવસમાં દબાણ હટાવવા અન્યથા પાલિકા પોતાની રીતે તેને દુર કરશે તેમ જણાવાયું હતું.

અચાનક કાર્યવાહી | રાત્રે મહિલા અને કેબિનધારક વચ્ચેનો વિવાદ કારણભૂત બન્યો ?

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શિવાજી પાર્ક પાસેથી 18 લારીગલ્લા દૂર કરાયા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended