Home »Gujarat »Bhuj »Gandhidham» ટ્રેનમાં ચોરી કરતો શખ્સ આખરે ઝડપાયો

ટ્રેનમાં ચોરી કરતો શખ્સ આખરે ઝડપાયો

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • ટ્રેનમાં ચોરી કરતો શખ્સ આખરે ઝડપાયો,  gandhidham news in gujarati
ટ્રેનમાંઅવાર નવાર ચોરીની ઘટનાઓ બહાર આવતી હોય છે પરંતુ ચોર પકડાવાના સમાચાર જવલ્લે જોવા મળે છે. ગત સપ્તાહે જીઆરપીના પોલીસ અધિકારીઓએ એક ચોરને ઝડપ્યો હતો, જેણે ગાંધીધામથી મુંબઈ જતી યુવતીનું પર્સ, મોબાઈલ ગત વર્ષે ચોર્યા હતા.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રેલવે પોલીસે દીલીપ માલી નામના શખ્સને પકડી પાડ્યો હતો. ગત વર્ષે ટ્રેનમાં ગાંધીધામથી મુંબઈ જઈ રહેલી ટ્રેન વડોદરા સ્ટૅશને ઉભી રહી તે દરમ્યાન શખ્સે યુવતીનું પર્સ અને મોબાઈલ ચોરી લીધા હતા. પર્સમાં સોનું અને એટીએમ કાર્ડ હતુ જેના પર એટીએમ પીન પણ લખેલા હતા. જે પીનના આધારે ચોર શખ્સે 25 હજાર રોકડા એટીએમથી કઢાવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ટ્રેનમાં ચોરી કરતો શખ્સ આખરે ઝડપાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended