Home »Gujarat »Bhuj »Gandhidham» સંકુલમાં પવનની તીવ્રતાથી ગરમીમાં આંશિક રાહત

સંકુલમાં પવનની તીવ્રતાથી ગરમીમાં આંશિક રાહત

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • સંકુલમાં પવનની તીવ્રતાથી ગરમીમાં આંશિક રાહત,  gandhidham news in gujarati
છેલ્લાપખવાડિયાથી ગાંધીધામ સંકુલમાં ગરમીનો પારો 44ની આસપાસ રહેતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી પવનની ગતીમાં વધારો થતા ગરમીમાં આંશીક રાહત જોવા મળી રહી છે. બુધવારે કંડલા એરપોર્ટ પર 41.5 જ્યારે પોર્ટ પર 35.3 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે 16 કીમી. પ્રતિ કલાકની ગતીથી પવન ફુંકાયો હતો.

ત્રણ દિવસ સુધી હિટવેવના કારણે ઉકળી ઉઠેલા શહેરીજનોમાં છેલ્લા કેટલાક દિવસથી પવનની તીવ્ર ગતીના કારણે આંશિક રાહત જોવા મળી રહી છે. જ્યારે પવનના કારણે ઉઠતી ડમરીઓ અને ધુળના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અલગ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે ગળપાદર,અંજાર પાસે આવેલા કંડલા એરપોર્ટ પર મહતમ તાપમાન 41.5 નોંધાયુ હતું. જ્યારે તેનાથી થોડા કિ. મી. દુર કંડલા પોર્ટ પર મહતમ તાપમાન 35.3 નોંધાયું હતું. જ્યારે દક્ષીણ -પશ્ચિમનો પવન 16 કી.મી. ની ઝડપે ફુંકાયો હતો. પવનના કારણે શહેરમાં ઠેર ઠેર ડમરીઓ અને તેની સાથે કચરા, અને ધુળ ઉડવાના બનાવો બન્યા હતા. જેના કારણે વાહનચાલકોને પણ થોડૉ સમય આસપાસના વૃક્ષો કે બાંધકામનો સહારો લઈ ઉભા રહેવાની ફરજ પડી હતી. આગામી સમયમાં ગરમી વધુ જલદ બનશે તેવું મૌસમ વિભાગની જાહેરાત બાદ ફરી એકવાર લોકોમાં ભયની લખલખુ પસાર થયું છે.

ઠેર ઠેર ઉઠતી ડમરીઓથી પરેશાન

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સંકુલમાં પવનની તીવ્રતાથી ગરમીમાં આંશિક રાહત
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended