Home »Gujarat »Bhuj »Gandhidham» ગાયબ થયેલી બાળકી સોશિયલ નેટવર્કના કારણે મળી આવી

ગાયબ થયેલી બાળકી સોશિયલ નેટવર્કના કારણે મળી આવી

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • ગાયબ થયેલી બાળકી સોશિયલ નેટવર્કના કારણે મળી આવી,  gandhidham news in gujarati
ગાંધીધામમાંસેક્ટર ૫માં રહેતી બાળકી કોઇ કારણોસર પરિવારથી અલગ થઈ ગઈ હતી અને મંગળવારના સવારથી તે દેખાતા પરિવારના સભ્યોએ અંગે પોલીસને પણ જાણ કરી હતી. ઉપરાંત અંગે સોશ્યલ મીડીયામાં પણ મેસેજ વાઈરલ કરતા તો સામે પક્ષે રેલવે સ્ટૅશનમાં બાળકી દેખાતા તેમણે પણ બાળકી મળ્યાના મેસેજ મોકલતા રાત સુધીમાં પરિવાર ભેગી થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના બપોરથી ગાંધીધામના સેક્ટર 5થી 10 વર્ષીય બાળકી અર્ચના ગાયબ થયાના મેસેજ વોટ્સઅપ સહિતના સોશ્યલ મીડીયામાં પરિવારજનો અને હિતેચ્છુઓએ મોકલવાના શરૂ કર્યા હતા. બાળકીના પિતા વિનોદ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, તે ઈફ્કો- કંડલામાં કામ કરે છે અને પુત્રી મંગળવારના સવારથી મળતા અમને ચીંતા થઈ હતી. તેના મિત્રો, શાળા અને આસપાસ બધે તપાસ કર્યા બાદ અમે પોલીસ સ્ટૅશનમાં અંગે ફરિયાદ નોંધાવી સોશ્યલ માધ્યમ થકી મેસેજ વહેતા કર્યા હતા. અહીં આશ્ચર્યની વાત સામે આવી કે માત્ર બાળકીના પરિવાર તરફથી પરંતુ ગાંધીધામ રેલવે સ્ટૅશનમાં સુજ્ઞ લોકોની નજર એકલી બેઠેલી અને રડતી બાળકી પર પડતા તેમણે પણ આવી એક બાળકી રેલવે સ્ટૅશનમાં મળી હોવાનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાઈરલ કર્યો હતો. લોકો તરફ બન્ને મેસેજની કડી જોડી પિતાનો સંપર્ક કરતા આખરે બન્નેનો મેળાપ થયો હતો. પિતાએ અંગેની ગુમ નોંધ ત્યારબાદ પાછી ખેંચી હતી પણ સોશ્યલ મીડીયામાં હજી પણ મેસેજ ફેલાતો હોવાના કારણે તેમને હજી પણ તેમની બાળકી રેલવે સ્ટૅશન હોવાના ફોન આવી રહ્યાનું તેમણે જણાવ્યુ હતુ. સોશ્યલ મીડીયાનો જો હકારાત્મક ઉપયોગ કરાય તો તેના ઘણા લાભ છે. પરિવારની બાળકી ગુમ થયા બાદ સોશ્યલ મીડીયા દ્વારા મદદ મળી હોવાનું જણાવાયું હતું.

ગાંધીધામમાં સવારે ગુમ થઇ, રાત્રે પરિવાર ભેગી થઈ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાયબ થયેલી બાળકી સોશિયલ નેટવર્કના કારણે મળી આવી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended