Home »Gujarat »Bhuj »Gandhidham» કાર્ગો વિસ્તારમાં પ્રા. શાળા પાસે દૂષિત પાણીના નિકાલથી ઉહાપોહ

કાર્ગો વિસ્તારમાં પ્રા. શાળા પાસે દૂષિત પાણીના નિકાલથી ઉહાપોહ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • કાર્ગો વિસ્તારમાં પ્રા. શાળા પાસે દૂષિત પાણીના નિકાલથી ઉહાપોહ,  gandhidham news in gujarati

ગાંધીધામનગરપાલિકા દ્વારા કાર્ગો વિસ્તારમાં જરૂરી સુવિધા આપવા માટે શરમ અનુભવાતી હોય તેવી સ્થિતિ ઉભી થાય છે. પાલિકાના ચોપડે ઉપેક્ષીત ગણાતા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તે પૈકીની ગણીગાંઠી રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. વિસ્તારમાં આવેલી આઝાદનગર પ્રાથમિક શાળા પાસે દુષિત પાણીનો નિકાલ કરવાની સાથે સફાઇનું પણ ધ્યાન અપાતા ગંદકીના ગંજ ખડકાયા છે, જેનાથી રોગચાળાનો પણ ભય ઉભો થયો છે. બાબતે વિસ્તારની ભાજપની નગરસેવિકા સુમન શ્રીવાસ્તવ દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ પાલિકાએ બાબતે હજુ કોઇ ધ્યાન આપ્યું નથી, તેવી ફરિયાદ ઉઠી રહી છે. વિસ્તારના રહીશો નર્કાગાર હાલતમાં હોવાથી અવારનવાર પ્રાથમિક સુવિધા માટે રજૂઆત કરે છે. જેના પગલે થોડા સમય પહેલા લાઇટ અને ગટરના કામ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ તેની સંખ્યા જુજ છે. પાલિકા હવે બાબતે તાકીદે પગલા ભરી લોકોને યાતનામાંથી મુક્તિ અપાવે તેવી રહીશો ગુહાર લગાવી રહ્યા છે.

શાળા પાસે કચરાના ગંજ ખડકાયા

પાલિકાના ચોપડે ઉપેક્ષિત ગણાતા વિસ્તારની હાલત નર્કાગાર

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કાર્ગો વિસ્તારમાં પ્રા. શાળા પાસે દૂષિત પાણીના નિકાલથી ઉહાપોહ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended