Home »Gujarat »Bhuj »Gandhidham» આદિપુરમાં બે દિવસીય ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

આદિપુરમાં બે દિવસીય ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • આદિપુરમાં બે દિવસીય ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો,  gandhidham news in gujarati
તોલાણીપોલીટેકનીકના છાત્રો માટે આદિપુરમાં ટ્રાફિક સબંધી જાગૃતિ માટે બે દિવસીય ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક ઓફિસર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી છાત્રોને ટ્રાફિકના નિયમો અને સલામતી વિશે માહિતી આપી હતી.

વિધાર્થીઓ માટે ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસની ટ્રાફિક શાખાના અધિકારીઓએ ઉપસ્થિત રહી છાત્રોને માર્ગદર્શન આપી સલામતી કેટલી જરૂરી છે તે વિશે જણાવ્યું હતું. કોઇ પણ શહેરના ટ્રાફિકને જોઇને ત્યાંના માહોલ વિશે, શિક્ષણ અને શિસ્ત વિશે અંદાજો આવે છે તેમ પણ ઉપસ્થીત આગેવાનોએ જણાવ્યું હતું. પ્રસંગે પી.વી.રાણા, એસ.વી. ઝાલા, જિલ્લા ટ્રાફિક ઓફિસર આર.ટી.ગઢવી, એચ.પી. જાડેજા, આચાર્ય કે.વેંકટેશ્વરાલુ, નિમેષ પ્રજાપતિ સહિતનાએ ઉપસ્થીત રહી છાત્રોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

કોલેજના છાત્રોએ ટ્રાફિક જાગૃતિનું જ્ઞાન મેળવ્યું

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આદિપુરમાં બે દિવસીય ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended