Home »Gujarat »Jamnagar Jilla »Dhrol» જાયવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો

જાયવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • જાયવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો,  dhrol news in gujarati
ધ્રોલનજીક આવેલ જાયવા ગામમાં સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક દ્વારા મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાયવા ગામ સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને મનભરીને માણ્યો હતાે.

જાયવામાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક દ્વારા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં સાંજે મનોરંજન કાર્યક્રમનું આયાેજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય કલાકાર ગુણવંતભાઇ ચુડાસમા તથા લોક સાહિત્ય કલાકાર દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

મનોરંજન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગ્રાિમણ બેંકના ચેરમેન તથા પ્રાદેશિક કચેરીના અધિકારી શુકલાભાઇ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમને માણ્યો હતો. જેમાં જાયવાના સમસ્ત ગ્રામજનો તથા ગ્રામ પંચાયતના સરપંચ ખીમજીભાઇ પરમાર, પંચાયતના સભ્યઓ દ્વારા કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમને ગ્રામજનોએ મનભરીને માણ્યો હતો.

આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શાળાના ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમને લોકોએ માણ્યો

(Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જાયવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended