Home »Gujarat »Jamnagar Jilla »Dhrol» ધ્રોલમાં રોજમદારો આગબબુલા મામલતદારને આવેદન પાઠવાયું

ધ્રોલમાં રોજમદારો આગબબુલા મામલતદારને આવેદન પાઠવાયું

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:55 AM IST

  • ધ્રોલમાં રોજમદારો આગબબુલા મામલતદારને આવેદન પાઠવાયું,  dhrol news in gujarati
ધ્રોલમાંસરકાર સાથે કામ કરી રહેલા અગિયાર માસ કરાર આધારિત, આઉટ સોર્સ અને રોજમદાર કર્મચારીઓએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, અમાર દ્વારા સરકારને તા. 10 ફેબ્રુ. 2017ના રોજ ગુજરાતનાં તમામ કર્મચારીઓએ ગાંધીનગર આવી સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષા બાબતે સરકારને જાણ કરી હતી. ત્યારબાદ સરકારે બાબતે કાંઇપણ વિચારેલ નથી.

જેથી હવે એમ લાગે છે કે સરકારને કર્મચારીઓની માગો ધ્યાને લેવી નથી. જેથી ગુજરાત નાં તમામ કર્મચારીઓએ 14મી માર્ચ 2017થી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સરકાર અમારા બે યોગ્ય અધિકારની માગ પૂરી કરશે ત્યારે અમો ફરી ફરજ પર હાજર થઇશું.

કરાર આધારિત કામ કરતા કામદારોની માગણી પેન્ડિંગ

માર્ચમાં કર્મચારીઓની માગ ધ્યાને નહીં લેવાય તો આંદોલન

(Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ધ્રોલમાં રોજમદારો આગબબુલા મામલતદારને આવેદન પાઠવાયું
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended