Home »Gujarat »Bhuj »Dayapar» દયાપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો આઠમો વાર્ષિકોત્સવ ઉજવાયો

દયાપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો આઠમો વાર્ષિકોત્સવ ઉજવાયો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:00 AM IST

  • દયાપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો આઠમો વાર્ષિકોત્સવ ઉજવાયો,  dayapar news in gujarati
દયાપરમાંઆવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો 8મો વાર્ષિકોત્સવ બાળકોએ રજૂ કરેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો.

શાળાના પ્રાંગણમાં રાજકોટ સેન્ટ ઝેવિયર્સના વડા ફાધર જેમ્સ થાઇલ દ્વારા દીપ પ્રાગટ્યથી આરંભાયેલા કાર્યક્રમમાં તેમણે અહીંની શાળામાં અભ્યાસ કરતાં બાળકોની શિસ્તપ્રિયતાને વખાણી હતી અને શાળા શરૂ થઇ, ત્યારે મર્યાદિત સંખ્યામાં બાળકો હતાં અને આજે 250થી વધુ બાળકો અહીં અંગ્રેજી શિક્ષણ મેળવી રહ્યાં છે, પૂરવાર કરે છે કે, શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ અપાય છે.

સમારોહમાં લખપત તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન જોષી, સરપંચ ભવાન પટેલ, કાસમ પ્રજાપતિ, રાજુભાઇ સરદાર, સુરેન્દ્રસિંહ જાડેજા, અનિલ જોષી, બીઆરસી મહેશ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા નિલેશ જોષી, સમીર ઠક્કર, આમદ લંઘા, ઇબ્રાહીમ પ્રજાપતિ સહિત વાલીમંડળના સદસ્યોએ સંભાળી હતી. કાર્યક્રમમાં દયાપર ઉપરાંત માતાના મઢ, વર્માનગર, રવાપર, દોલતપર, ઘડુલી સહિતના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ રજૂ કરી રહેલા બાળકો

સમારોહમાં ઉપસ્થિતોએ માણ્યો બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દયાપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો આઠમો વાર્ષિકોત્સવ ઉજવાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended