Home »Gujarat »Bhuj »Dayapar» લખપત તાલુકામાં ઘાસ-પાણી પૂરું પાડવા સરપંચો-આગેવાનોની ધા

લખપત તાલુકામાં ઘાસ-પાણી પૂરું પાડવા સરપંચો-આગેવાનોની ધા

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • લખપત તાલુકામાં ઘાસ-પાણી પૂરું પાડવા સરપંચો-આગેવાનોની ધા,  dayapar news in gujarati
ઉનાળાનાપ્રારંભ સાથે લખપત તાલુકામાં લોકો તેમજ પશુધન માટે સર્જાયેલી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સાથે અબોલ પશુઓ માટે ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાતાં કોંગ્રેસ શાસિત લખપત તાલુકાના પંચાયત આગેવાનો તેમજ સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરી વહેલી તકે પાણી તથા ઘાસચારાની સમસ્યા હલ કરવા જણાવાયું હતું.

લખપત તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન એ. જોષી દ્વારા કરાયેલી લેખિત રજૂઆત સાથે તાલુકા કોંગ્રેસના આગેવાનો પી.સી. ગઢવી, મામધ જત, હાસમ નોતિયાર સહિતનાએ જણાવ્યું હતું કે, હાલમાં તાલુકામાં પાણી તેમજ ઘાસચારાની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેથી લોકો તેમજ પશુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવા લાખ જેટલું પશુધન તેમજ 70 હજાર જેટલી માનવ વસતી છે. પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે.

તો બીજીતરફ જંગલમાં ક્યાંય ઘાસચારો નથી. હાલમાં પાણી પુરવઠા દ્વારા પ્રતિ માનવ માટે 30 લિટર પાણી આપવાનું હોય છે, તે પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી. તાલુકાના સરપંચો તથા આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતોને લઇને લખપત તાલુકામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી તેમજ પશુઓ માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવા કોંગી આગેવાનો અનીલ જોષી, આરબ જત, બુધાભાઇ મહેશ્વરી તેમજ તાલુકાના સરપંચોની સહીઓ સાથેની લેખિત રજૂઆત કરાઇ હતી.

અાવેદન આપવા આવેલા ગામના અગ્રણીઓ

અપૂરતું પાણી મળતું હોવાથી લોકો ઉપરાંત પશુધનને પણ મુશ્કેલી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: લખપત તાલુકામાં ઘાસ-પાણી પૂરું પાડવા સરપંચો-આગેવાનોની ધા
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended