Home »Gujarat »Bhuj »Dayapar» કોરિયાણીના યુવાને 1 લાખના દાગીના ભરેલી બેગ પરત કરી

કોરિયાણીના યુવાને 1 લાખના દાગીના ભરેલી બેગ પરત કરી

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • કોરિયાણીના યુવાને 1 લાખના દાગીના ભરેલી બેગ પરત કરી,  dayapar news in gujarati
ઘરમાંદીકરીના લગ્ન હોય, બાપ લગ્નની ખરીદી કરવા ગયો હોય અને ખરીદેલા દરદાગીના ભરેલી બેગ અચાનક રસ્તામાં ગૂમ થઇ જાય તો કેવી હાલત થાય નારાયણ સરોવરના ગૃહસ્થ સાથે કંઇક આવું થયું, પરંતુ બે-ત્રણ દિવસમાં બેગ માલમતા સાથે સલામત પરત આવતાં કુટુંબના જીવમાં જીવ આવ્યો હતો.

નારાયણ સરોવરના મુસા અલી ભડાલા શનિવારે દીકરીના લગ્ન માટે સોનાનો સેટ તેમજ અન્ય વસ્તુઓ લેવા દયાપર ગયા હતા ત્યાંથી પરત આવતાં બાઇક પરથી બેગ રસ્તામાં પડી ગઇ જેનો મોડેથી ખ્યાલ આવતાં તેમણે શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા મળી.

પરિવારની ચિંતા વચ્ચે બે દિવસ બાદ કોરીયાણી ગામના માજી સરપંચ સોઢા રાણુભાનો ફોન આવ્યો કે તમારી બેગ ગામના એક કપડાંના વેપારી ઇશ્વર ગોવારીયાને કનોજ પુલ પાસેથી મળી આવી છે તો આવીને પરત મેળવી લો.

ઇશ્વર ગોવારીયાના જણાવ્યા મુજબ રસ્તેથી બેગ મળી પછી કામની વ્યસ્તતામાં તેમણે ખોલીને જોઇ સુદ્ધાં નહોતી. બે દિવસ પછી બેગ ખોલતાં તેમાંથી રોકડ-દાગીના મળી લગભગ 1 લાખની મત્તા સાથે મુસાભાઇનો આઇ-કાર્ડ પણ મળી આવતાં ગામના અગ્રણીને વાત કરી મુસાભાઇનો સંપર્ક કરી બેગ પરત આપી દીધી. જ્યારે ખબર પડી કે તો દીકરીના લગ્નની ખરીદી હતી ત્યારે વધારે ખુશી વાતની થઇ કે નિયાણીના આશિર્વાદ મને મળશે. ઇશ્વરભાઇને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

નારાયણ સરોવરના ગૃહસ્થની દીકરીના લગ્નની ખરીદી કરી પરત ઘરે જતો હતો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કોરિયાણીના યુવાને 1 લાખના દાગીના ભરેલી બેગ પરત કરી
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended